fbpx
અમરેલી

મૃત્યુ પામેલ ખેડૂતોના પરીવારજનોને રૂપીયા . ૧૬ લાખના ચેક અર્પણ કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા આ તકે પૂવૅ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તતી અને શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહયા હતા

થોડા દિવસો પહેલા બગસરા તાલુકાના હામાપુર ગામે પાણીના પ્રવાહમાં તણાઈ મૃત્યુ પામેલ ખેડૂતોના પરીવારજનોને રૂા . ૧૬ લાખના ચેક અર્પણ કરતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયા આ તકે પૂવૅ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તતી અને શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહયા હતા આજ થી થોડા દિવસો પહેલા પડેલ વરસાદને લીધે અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે એક જ પરીવારના ચાર સભ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા અને તત્ર દ્વારા શોધખોળ કરતા આ ચારેય વ્યકિતઓ મૃત્યુ પામેલ હતા . આ ગોઝારી ઘટના બાદ સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ મૃતક વ્યકિતઓના પરીવારજનોને રૂબરૂ મળી , સાત્વના પાઠવેલ હતી અને તેઓને સરકારશ્રી તરફથી શકય તેટલી મદદ કરવામાં આવશે તેવી બાહેધરી આપેલ હતી . જેના અનુસંધાને આજ તા . ૧ જૂલાઈ , ૨૦૨૦ ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આ ચારેય મૃતક વ્યકિતઓના પરીવારજનોને રૂબરૂ મળી સરકારશ્રીની આકસ્મિક સહાય યોજના માથી એક એક વ્યતિક દીઠ ૪-૪ લાખ રૂપીયાના ચેક અપૅણ કરવામાં આવેલ હતા અને મૃતકોને શ્રધ્ધાજલી અપૅણ કરેલ હતી . આ તકે સાસદશ્રી સાથે પૂર્વે ધારાસભ્યો શ્રી બાલુભાઈ તતી અને શ્રી જે.વી.કાકડીયા , બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સતાસીયા , પૂર્વે પ્રમુખ શ્રી ધીરૂભાઈ માયાણી અને યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ભેસાણીયા ઉપસ્થિત સ્વી મૃતકને શ્રધ્ધાજલી આપી હતી .
Follow Me:

Related Posts