fbpx
અમરેલી

સાવરકુંડલા-થી ખાંભા જીકિયાળી રોડ અતિ બિસ્માર હાલતમાં હતો જેથી પ્રેસવર્ક કરાવતા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી

સાવરકુંડલા થી ખાંભા, જીકીયાળી રોડ  અતિ બિસ્માર હાલતમાં હતો  લોકો દ્વારા અવારનવાર ફરિયાદો કરતા  ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા આ પ્રશ્ને લઈને તાત્કાલિક સરકાર માં રજૂઆત સાથે દરખાસ્ત કરેલ હતી, તેના અન્વયે  આ રોડના જોબ નંબર લાવી મંજુર કરાવ્યો હતો પરંતુ આ સરકારશ્રી અને  અધિકારીઓ દ્વારા રોડ મંજુર કર્યા પછી એક વર્ષ જેટલો સમય તો ટેન્ડર પ્રક્રિયામાં કરતા હોય અને તેના કારણે આ રોડ બનવા પામેલ નાં હોય અને કોરોના ની મહામારી નાં કારણે આ રોડ બનાવામાં ઘણો સમય વ્યથિત થવા પામેલ હતો, પરંતુ જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હાર્દિકભાઈ કાનાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ રોડ નવો ના બને ત્યાં સુધી પ્રેસવર્ક કરવા માટે રજુઆત કરેલી હતી જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડનું પ્રેસવર્ક કરવામાં આવ્યું છે અને ચોમાસાની ઋતુમાં ડામર કામ ન થઇ શકે  એટલા  માટે ચોમાસાની ઋતુ પુરી થતા આ રોડ નવો બનાવની કાર્યવાહી કરવામાં આવશે તેવું ધારાસભ્ય પ્રતાપ દુધાતની અખબારી યાદીમાં જણાવાયું છે.
Follow Me:

Related Posts