fbpx
અમરેલી

સી.સી.આઈ દ્વારા ખેડૂતો નાં કપાસ નાં પાકોની ખરીદી એકાએક બંધ કરતા આ પ્રશ્ને માન મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

હાલ કોરોના મહામારી ચાલી રહી છે લોકો અને ખેડૂતો ની સ્થિતિ ખુબજ દયનીય બનવા પામેલ છે, ત્યારે આપણી સ્વેદનશીલ સરકાર તરફથી ખેડૂતો ના કપાસના પાકોની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવેલ હતી અને તેના અન્વયે હજારો ખેડૂતો પોતાના કપાસના પાકોનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટેશન કરવા માટે લાંબી કતારોમાં ઉભા રહીને કરવામાં આવેલ  ત્યારે અચાનક સી.સી.આઈ દ્વારા આ કપાસની ખરીદી બંધ કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતો નાં કપાસના પાકો હાલ ઘરમાંજ પડી રહેલ છે, અને ખેડૂતો ના આ પાકો પડી રહેવાથી નુકશાન થવાની પણ સંભાવના રહેલી છે,ખેડૂતો દ્વારા માથે કર્જ કરી ખાતર અને બિયારણ લાવી આ કપાસ ના પાકો નું જતન કરેલ હોય અને હાલ ચોમાસા ની સીઝન દરમ્યાન નવા કપાસ ના પાકો ની પણ આવક થતા જુના પડેલ માલ ને રાખવાની મુશ્કેલીઓ પડી રહેલ છે, તેમજ કોરોના મહામારી રોગ અંતર્ગત પણ ખેડૂતો ને મુશ્કેલીઓ નો સામનો કરી રહેલ છે ત્યારે ખેડતો ની સ્થિતિ અંત્યત ગંભીર થવા પામેલ છે, જેથી ખેડૂતો ની કપરી સ્થિતિને ધ્યાને લઈને ખેડૂતો વતી ધારાસભ્ય  પ્રતાપ દુધાત દ્વારા લાગણી અને માંગણી સાથેની માન. મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે,  કે સી.સી.આઈ. દ્વારા એકાએક બંધ કરવામાં આવેલ ખરીદીને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તો આવા કપરા સમયે ખેડૂતોને ફાયદાકારક રહેશે આમ ધારાસભ્ય  દ્વારા ખેડૂતો નાં પ્રશ્ને સત્વરે ન્યાય મળી રહે તેવા હેતુસભર કાર્ય માટે ત્વરિત નિર્ણય લઈને રજૂઆત કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts