fbpx
અમરેલી

સૌના જાણીતા  માનીતા ભાજપ સમર્પિત સંનિષ્ઠ કાર્યકર યુવા અગ્રણી કિરીટભાઈ વામજાની અણધારી વિદાય

સૌના જાણીતા  માનીતા ભાજપ સમર્પિત સંનિષ્ઠ કાર્યકર યુવા અગ્રણી કિરીટભાઈ વામજાની અણધારી વિદાય  પક્ષે સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા સાથે ખાલીપો સર્જાયો દિવંગત આત્માને શ્રધ્ધાંજલી દિલીપ સંઘાણી પક્ષ  પ્રવૃતિને વધુ મજબૂત કરવામાં અગ્રેસર રહેતા , કાર્યાલય મંત્રી તરીકે તેમની યાદગાર સેવાઓ માસ્ક પહેરીએ , બહાર જવાનુ ટાળીએ , સરકાર  આદેશોના પાલન સાથે મહામુલી જીંદગીને આથમતી બચાવવા દિલીપ સંઘાણીની અપીલ કિરીટભાઈ વામજા સૌના જાણીતા માનીતા હતા , ભાજપ સમર્પિત સંનિષ્ઠ કાર્યકર અને કાર્યાલય મંત્રી તરીકે પક્ષ – પ્રવૃતિમાં અગ્રેસર કામ કરતુ વિરલ વ્યકિતત્વ અકાળે મુરઝાતા પક્ષે સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યાના દુઃખ સાથે સદ્ગતને શ્રધ્ધાંજલી સાથે પરિવારને દિલસોજી પાઠવતા પૂર્વ કેબીનેટમંત્રી – ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યુ છે . શ્રધ્ધાંજલીમા સંઘાણીએ જણાવેલ કે , વામજા હસમુખા , મળતાવડા અને સૌના માનીતા હતા પક્ષના સંગઠન કાર્યમાં અને ગ્રામકક્ષાએ પણ અનેક સેવાપ્રવૃતિ સાથે સંકળાયેલા હતા તેમની વિદાય અચાનક અને અણધારી રહી . અત્રે એ ઉલ્લેખનીય છે કે , માંદગીના બિછાને રહેલા કિરીટભાઈ વામજા સાથે દિલીપ સંઘાણીએ વિડીયો કોલીંગ દ્વારા ચાલી રહેલ સારવાર અંગે માહીતી મેળવી ખબરઅંતર જાણ્યા હતા આ વાત તેમની સાથેની અંતીમ વાતચીત બની રહયાનું સંઘાણીએ જણાવેલ .
Follow Me:

Related Posts