fbpx
અમરેલી

લીલીયા તાલુકામાં ખેડૂતો ને રસાયણ યુરીયા ખાતર નહિ મળતા લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી તથા તમામ કાર્યકર દ્વારા મામલતદાર શ્રી લીલીયા ને આવેદન પત્ર પાઠવતા લીલીયા તાલુકા કૉંગ્રેસ સમિતિ

લીલીયા તાલુકા માં હાલમાં સમયસર સારો વરસાદ થવાથી લીલીયા તાલુકાના આજુબાજુના ગામોમાં રાસાયણિક ખાતર યુરિયાની જરૂરીયાત ઉભી થવા પામેલ છે, ત્યારે લીલીયા તાલુકામાં ખેડૂતોને ખાતર મળતું નથી. એક તરફ કોરોના ની મહામારી થી ત્રસ્ત થયેલ ખેડૂતો ને પોતાની ખેતી કામ પણ સારી રીતે કરી શકતા નથી અને તેવા સંજોગોમાં કોરોના ના સંક્રમણ વધી રહ્યું છે, તેમ છતાં ખેડૂતો ને ખેતીકામની સીઝન માં હાલ ખાતર માટે તાલુકા મથકે ધકા ખાવા પડે છે, તેમ છતાં ખેડૂતો ને ખાતર મળી રહ્યું નથી, હાલમાં જગત  ના તાત ની સ્થિતિ અંત્યત ગંભીર થવા પામેલ છે ત્યારે તેમને મહા મુશ્કેલીઓ પડી રહી છે,ત્યારે લીલીયા તાલુકા મથકે તાત્કાલીક ધોરણે પૂરતા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી સાથે ખોડાભાઈ માળવીયા પ્રમુખ શ્રી લીલીયા કોંગ્રેસ સમિતિ, જીવરાજભાઈ પરમાર સામાજિક ન્યાય ચેરમેન શ્રી લીલીયા તાલુકા પંચાયત, ચોથાભાઇ કસોટીયા ઉપ-પ્રમુખ શ્રી લીલીયા તાલુકા પંચાયત, ભીખાભાઈ દેવાણી પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત લીલીયા દ્વારા આજરોજ મામલતદાર શ્રી લીલીયા ને આવેદનપત્ર પાઠવી ને તાકીદ કરવામાં આવેલ છે કે જો ટુક સમયમાં તંત્ર દ્વારા લીલીયા તાલુકા મથકે પૂરતા ખાતરની વ્યવસ્થા નહિ કરવામાં આવેતો આગામી દિવસોમાં કોરોના ની મહામારી વચ્ચે પણ લીલીયા તાલુકાના ૩૭ ગામોના ખેડૂતો ને સાથે રાખીને સામુહિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે, તેવી અંતમાં ચીમકી પણ ઉચ્ચારેલ છે.   

 

Follow Me:

Related Posts