fbpx
અમરેલી

શહેર વિકાસ સમિતિનાં ચેરમેનપદેથી પી.પી. સોજીત્રાનાં રાજીનામાથી ખળભળાટ

અમરેલી પાલિકામાં 60 લાખ રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થવાની શકયતાથી દુઃખી થઈનેશહેર વિકાસ સમિતિનાં ચેરમેનપદેથી પી.પી. સોજીત્રાનાં રાજીનામાથી ખળભળાટપાલિકા પ્રમુખ સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ ખોટી રીતે બીલ મંજુર કરવાની પેરવી કરતાં હોવાનો આક્ષેપશહેરીજનોનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ સામે આગામી દિવસોમાં લડત ચલાવવાની તૈયારી દર્શાવીશહેરમાં વિકાસ કાર્યોનો ધમધમાટ કરનાર પી.પી. સોજીત્રાનાં રાજીનામાથી શહેરીજનોમાં ભારે દુઃખની લાગણી ઉભી થઈઅમરેલીનાં વિકાસ દ્રષ્‍ટા, શહેરમાં છેલ્‍લા સાડા ચાર વર્ષમાં સીનીયર સીટીઝન પાર્ક, નાગનાથ બસ સ્‍ટેન્‍ડ, રાજમાર્ગોની મરામત, ઈ-લાયબ્રેરી, પાલિકાનું નવું મકાન સહિત અનેક વિકાસ કાર્યો કરાવનાર શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રાએ હોદા પરથી રાજીનામું ધરી દેતા શહેરીજનોમાં દુઃખની લાગણી ઉભી થઈ છે.તેઓએ પાલિકાનાં પ્રમુખ અને ચીફ ઓફિસરને પાઠવેલ રાજીનામા પત્રમાં જણાવેલ છે કે, ગત વર્ષમાં હરિઓમ કન્‍સ્‍ટ્રકશન ઘ્‍વારા અમરેલી નગરપાલિકામાં ડોર ટુ ડોરઘનકચરા, વોર્ડ નં. 1, ર, 3, 4, પ તથા 11 કુલ-6 વોર્ડની સફાઈ તેમજ શહેરનાં 11 વોર્ડમાં સ્‍પોર્ટ કચરો ઉપાડવાની કામગીરી કરવા બાબતે કોન્‍ટ્રાકટ મેળવેલ જે બાબતે શહેરમાં ઓકટબર, નવેમ્‍બર, ડીસેમ્‍બર-ર019 તથા જાન્‍યુઆરી, ફેબ્રુઆરી-ર0ર0 આ પાંચ માસમાં સંપૂર્ણપણે શહેરમાં સફાઈ, ઘનકચરો કે સ્‍પોર્ટ કચરાની કામગીરી કરેલ નથી. જે બાબતે શહેરનાં અને રહેવાસીઓએ ફરિયાદ કરેલ છે. કલેકટરની અઘ્‍યક્ષતામાં મળેલ મોનીટરીંગ કમિટિની તા. ર1/8/19ની મિટીંગમાં પણ આ અંગે સાંસદ નારણભાઈ કાછડીયા ઘ્‍વારા શહેરની સફાઈ બાબતે ઉગ્ર રજૂઆત કરેલ તેમજ આ બેઠકમાં ચીફ ઓફિસર હાજર હોય કલેકટરે મીનીટસ બુકમાં નોંધ કરી ફરિયાદનો નિકાલ કરવા સુચના આપેલ. આમ છતાં કોઈ સુધારો ન થતાં અમરેલી નગરપાલિકા ઘ્‍વારા હરિઓમ કન્‍સ્‍ટ્રકશનને પ્રથમ કારણદર્શક નોટીસ તા. 1પ/1/ર0ર0નાં રોજ કામ સુધારવા બાબતે આપેલ ત્‍યારબાદ કોઈ સુધારો ન થતાં બીજી નોટીસ તા. ર1/1/ર0ર0નાં રોજ આપેલ તેમજ ત્રીજી અને છેલ્‍લી નોટીસ તા. 11/ર/ર0ર0નાં રોજ આપેલ આમ છતાં કોઈ નકકર કામગીરી કરવામાં આવતી ન હોવાથી તા. 7/ર/ર0ર0નાં રોજ અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત 44 સભ્‍યો પૈકી 37 સભ્‍યોએ હરિઓમ કન્‍સ્‍ટ્રકશનનાં પ્રો. પ્રકાશ હરિભાઈ પરમારનેબ્‍લેકલીસ્‍ટ કરી ડિપોઝીટ જપ્‍ત કરી અને છુટા કરવાની રજૂઆતની નકલ પ્રાદેશિક કમિશ્‍નરને અને મુખ્‍યમંત્રી સુધી કરેલ. તા. 8/ર/ર0ર0નાં રોજ શહેર વિકાસ સમિતિનાં ચેરમેન તરીકે મેં પણ આપને આ એજન્‍સી વિરૂઘ્‍ધ પગલાં લેવા માટે રજૂઆત કરેલ ત્‍યારબાદ સાંસદ નારણભાઈ કાછડીયા ઘ્‍વારા તા. 13/ર/ર0ર0નાં રોજ આપને સંબોધીને પત્ર લખેલ તેઓમાં પણ પેણે જણાવેલ કે આ એજન્‍સી ઘ્‍વારા અમરેલી નગરપાલિકાનાં ચીફ ઓફિસરની બોગસ સહી કરી બોગસ પ્રમાણપત્ર બનાવેલ છે. જેથી તેઓની સામે ફોજદારી ફરિયાદ કરવાનું જણાવેલ છે. આ પત્રની નકલ સાંસદે પણ પ્રાદેશિક કમિશ્‍નર ગાંધીનગર, અગ્રસચિવ ગાંધીનગર તેમજ મુખ્‍યમંત્રીને મોકલેલ છે.વધુમાં જણાવેલ છે કે, તા. 14/ર/ર0ર0નાં રોજ કારોબારી સમિતિની મિટીંગમાં ઠરાવ નં. ર6થી પત્ર નં. 1થી 1પ વંચાણે લઈને હરિઓમ કન્‍સ્‍ટ્રકશનને બ્‍લેકલીસ્‍ટ કરી ડિપોઝીટ જપ્‍ત કરવા તેમજ વર્કઓર્ડર રદ કરવા ઉપરાંત હરિઓમ કન્‍સ્‍ટ્રકશન ઘ્‍વારા અમરેલી નગરપાલિકામાં સાયકલ સપ્‍લાયનું બોગસ ફર્ઝી સર્ટીફિકેટ બનાવેલ છે. જે બાબતે ફોજદારી ફરિયાદ ચીફ ઓફિસરે કરવાનો પણ આ ઠરાવમાં ઉલ્‍લેખ કરેલ છે તેમજ આ ઠરાવની નકલ પણ આપને બજાવી પ્રાદેશિક કમિશ્‍નર તેમજ કમિશ્‍નરને મોકલેલ છે. ત્‍યારબાદ આપના ઘ્‍વારા પત્ર લખી સંસ્‍થાના એડવોકેટ નિશીત પટેલતેમજ જીલ્‍લા સરકારી વકીલ જે.બી. રાજયગુરૂ પાસેથી ફર્ઝી ડોકયુમેન્‍ટ અંગે ફરિયાદ કરવા માર્ગદર્શન માંગેલ હતું. જેના જવાબમાં બંને વકીલ તરફથી આપને આઈપીસીની કલમ 406, 4ર0, 46પ, 467, 468, 471, 403 મુજબ ગુનો બનતો હોય તેમ જણાવેલ છે.વધુમાં જણાવેલ છે કે, તા. 6/3/ર0ર0નાં રોજ નગરપાલિકાનાં પ્રમુખ ઘ્‍વારા ચીફ ઓફિસરને પત્ર લખી હરિઓમ કન્‍સ્‍ટ્રકશનનાં પ્રો. પ્રકાશ હરિભાઈ પરમારે બોગસ ફર્ઝી ડોકયુમેન્‍ટ બનાવેલ છે. જેમાં સંસ્‍થાના વકીલ અને જીલ્‍લા સરકારી વકીલનો અભિપ્રાય મુજબ આઈપીસીની કલમ 403, 46પ, 467, 468, 471, 406 અને 4ર0 મુજબ દિન-3માં ફોજદારી ફરિયાદ કરવાનું જણાવેલ છે અને જો ફરિયાદ નહીં કરવામાં આવે તો ચીફ ઓફિસરનું તેમજ કોન્‍ટ્રાકટરનું મિલાપીપણું છે તેમ માની બંને ઉપર મારે ફોજદારી ફરિયાદ કરવાની ફરજ પડશે. આવું પ્રમુખ ઘ્‍વારા લેખીત તા. 6/3/ર0ર0 પત્ર ક્રમાંક : 33પ/19-ર0થી જણાવીને નકલ રવાના કલેટકર, પ્રાદેશિક કમિશ્‍નર, મ્‍યુનિસિપલ એડમીનીસ્‍ટ્રેશન, ગાંધીનગર, મુખ્‍યમંત્રી ઉપરાંત ચીફ જસ્‍ટીસ ગુજરાત હાઈકોર્ટને પણ જાણ કરેલ છે.ઉપરોકત તમામ ગંભીર બાબતો હોય આમ છતાં તા. ર/7/ર0ર0 જાવક નં. તપાસ કમિટિ/99/ર0ર0થી કારોબારી ચેરમેન, પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ઘ્‍વારા તપાસ કમિટિની નિમણૂંક કરતોપરિપત્ર બહાર પાડેલ છે. જેથી આ હરિઓમ કન્‍સ્‍ટ્રકશન ઉપર ફોજદારી ફરિયાદ કરવાને બદલે તેઓને આ કમિટિ ઘ્‍વારા સંપૂર્ણ બીલ ચુકવીને રૂા. 60 લાખથી વધારે રકમનો ભ્રષ્‍ટાચાર કરવાની તૈયારી ચાલી રહી છે. જેથી પ્રજાનાં નાણાનો આવો ભ્રષ્‍ટાચાર કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીને આમ સામેલ તમામ કમિટિનાં સભ્‍યો, કારોબારી સમિતિનાં ચેરમેન અને તેની કમિટિનાં સભ્‍યો અને જે કોઈ નાણાં ચુકવણીમાં સહી કરનાર ચીફ ઓફિસર તેમજ એકાઉન્‍ટન્‍ટ ઉપરાંત નગરપાલિકાનાં આરોગ્‍ય અધિકારી તેમજ આરોગ્‍ય સમિતિનાં ચેરમેન આ તમામની જવાબદારી આ કૌભાંડમાં સરખેભાગે ગણવામાં આવશે અને આ અંગે સરકારમાં તેમજ જરૂર જણાય ત્‍યારે હાઈકોર્ટ સુધી લડત આપીને હું શહેરનાં લોકોના ટેકસનાં પૈસા આ જવાબદાર લોકો પાસેથી વસુલ કરાવવા લડત આપીશ. જેની ખાત્રી& આપું છું.વધુમાં જણાવેલ છે કે, મારી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન તરીકે પસંદગી થઈ જેમાં શહેરમાં આજસુધીનાં ઈતિહાસમાં કોઈપણ બોર્ડમાં કામગીરી ન થઈ હોય એવી શ્રેષ્ઠ કામગીરી કરેલ છે. જેના આપ સૌ સાક્ષી છો. હવે બોર્ડની મુદત પુરી થવાનો ચાર માસ જેવો સમય બાકી હોય જેથી આવા ભ્રષ્‍ટાચાર શરૂ થયેલ છે જેથી હું શહેર વિકાસ સમિતિનાં પ્રમુખ તરીકે મારૂં રાજીનામું આપું છે. તેમ અંતમાં જણાવેલછે.

Follow Me:

Related Posts