fbpx
અમરેલી

કિરીટ વામજાની અણધારી વિદાયથી ખાલીપો : દિલીપ સંઘાણી

કિરીટભાઈ વામજા સૌના જાણીતા-માનીતા હતા. ભાજપ સમર્પિત સંનિષ્ઠ કાર્યકર અને કાર્યાલય મંત્રી તરીકે પક્ષ-પ્રવૃત્તિમાં અગ્રેસર કામ કરતું વિરલ વ્‍યકિતત્‍વ અકાળે મુરઝાતા પક્ષે સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્‍યાના દુઃખ સાથે સદગતને શ્રઘ્‍ધાંજલિ સાથે પરિવારને દિલસોજી પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી- ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્‍યું છે.શ્રઘ્‍ધાંજલિમાં સંઘાણીએ જણાવેલ કે, વામજા હસમુખા, મળતાવડા અને સૌના માનીતા હતા પક્ષના સંગઠન કાર્યમાં અને ગ્રામકક્ષાએ પણ અનેક સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તેમની વિદાય અચાનક અને અણધારી રહી.અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, માંદગીના બિછાને રહેલા કિરીટભાઈ વામજા સાથે દિલીપ સંઘાણીએ વિડીયો કોલીંગ ઘ્‍વારા ચાલી રહેલ સારવાર અંગે માહિતી મેળવી ખબરઅંતર જાણ્‍યા હતા. આ વાત તેમની સાથેની અંતિમ વાતચીત બની રહૃાાંનું સંઘાણીએ જણાવેલ.

Follow Me:

Related Posts