fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શાકભાજીનું વેચાણ કરતા લોકોની વ્હારે ચડતા સાંસદ નારણભાઈ કાછડીયા

સાવરકુંડલા શાકમાર્કેટ નો પ્રશ્નનું  ૨૪ કલાક માં નિરાકરણ
સાવરકુંડલા શહેરમાં શાકભાજીનું વેચાણ કરતા લોકોની વ્હારે ચડતા સાંસદ નારણભાઈ કાછડીયા
શાકમાર્કેટ એસોસિયન તથા સાવરકુંડલાના લોકો દ્વારા સાંસદ  નારણભાઈ કાછડીયાની કામગીરી ને બીરદાવી.
અગાઉ પાલા માર્કેટના 150 પાલા બંધ હતા ત્યારે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે છતાંય નિરાકરણ નહોતું પરંતુ સાંસદ નારણભાઈ કાછડીયા પ્રશ્ન ધ્યાને આવ્યો તો ૨૪ કલાકમાં 60 દિવસનો પ્રશ્નનું નિરાકરણ કરી નાખ્યું.
સાવરકુંડલા શહેરમાં વર્ષોથી લોકો નાવલી નદી ના પટમાં શાકભાજીનું વેચાણ કરી પોતાની રોજીરોટી મેળવે છે, શાકમાર્કેટની અંદર 200 લોકો શાક વેચી પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાને હિસાબે સોશિયલ ડિસ્ટન્સ ના અભાવે શાક નાવલી નદીમાં ન વેચવા સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ, સાવરકુંડલાની અલગ-અલગ જગ્યા પર શાક વેચવા ની છુટ મળેલ, જે હુકમના કારણે શાક વેચનાર લોકો પર માઠી અસર પડી જેના કારણે થી છેલ્લા પાંચ દિવસ દરમિયાન શાકમાર્કેટ ના વેપારીઓ હડતાલ પર હતા.
આ પ્રશ્ન અંગે સ્થાનિકો દ્વારા રજુઆત મળતા તેમના પ્રશ્નનું સાવરકુંડલાના લોકપ્રતિનિધિ ન. પા. સદસ્ય ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, તથા ધર્મેન્દ્રભાઈ મહેતા, જિલ્લા ભાજપ અગ્રણી સુરેશભાઈ પાનસુરીયા, ભાજપ અગ્રણી રાજુભાઈ નાગ્રેચા, રાજુભાઈ શિંગાળા, રાજુભાઇ દોશી, મહેશભાઈ સુદાણી, કિશોરભાઈ બુહા,ગૌતમ સાવજ દ્વારા અમરેલી જિલ્લાના લોકલાડીલા 108 ગણાતા એવા સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવામાં આવી ત્યારે સાવરકુંડલા પોતે રૂબરૂ આવી સાંસદ શ્રી દ્વારા આ પ્રશ્ન બાબતે અંગત રસ દાખવી શાકમાર્કેટ ના વેપારીઓનો પ્રશ્ન સાંભળી તુરંત મામલતદાર મોહબ્બત સિંહ પરમાર તથા નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી ની સાથે મળી આ પ્રશ્નનું સમાધાન થયું તે સંદર્ભે અમરેલી રોડ ખાતરવાડી તથા નાવલી નદી પટમાં નક્કી કરવામાં આવ્યું અને વૈશ્વિક મહામારી કોરોના ઘ્યાને રાખીને લઈ સોશિયલ બે મીટર અંતર ગુજરાત સરકાર અને ગાઇડલાઇન જાળવી શાકભાજી વેચવાનો નિર્ણય શાકમાર્કેટની છેલ્લા પાંચ દિવસ ને હડતાલનો સુખદ અંત આવ્યો છે.
શાકમાર્કેટની છેલ્લા પાંચ દિવસ ને હડતાલનો સુખદ અંત આવ્યો અને તેમની સમસ્યા ને વાચા આપતા  સાંસદ નારણભાઈ કાછડીયા ને શાકમાર્કેટ એસોસિયન તથા સાવરકુંડલાના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts