fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં રાત્રી દરમ્યાન કાચું સોનુ વરસ્યું.

ધીમી ધારે વરસાદ વરસતા જગતનો તાંત ખુશખુશાલ, ડેમમાં નવા નીરની આવક.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. દરેક તાલુકામાં આખી રાત ધીમી ધારે વરસાદ પડતાં જગતનો તાંત ખુશખુશાલ છે. રાત્રીના 12 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો અમરેલી શહેરમાં 37 મીમી, ખાંભા 45 મીમી, જાફરાબાદ 50 મીમી, ધારી 14 મીમી, બગસરા 5 મીમી, બાબરા 34 મીમી, લાઠી 22 મીમી, લીલીયા 34 મીમી, વડીયા 26 મીમી, સાવરકુંડલા 32 મીમી. સારા વરસાદને કારણે અમરેલી જિલ્લામાં ત્રણ ડેમમાં નવા નીર આવ્યા છે તેમા ખોડિયાર ડેમમાં 607 ક્યુસ્ક મીટર, મુનજીયાસર ડેમમાં 1949 ક્યુસક મીટર સાથે અત્યારે પણ ડેમમાં પાણીની આવક શરૂ છે, જ્યારે વડીયા ડેમમાં 1031 ક્યુસક મીટર નવા પાણીની આવક થઈ છે.

Follow Me:

Related Posts