fbpx
અમરેલી

લાઠી વિજય હનુમાનજી મંદિર ગુરુપૂર્ણિમા મહોત્સવ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી સાદગીપૂર્ણ રીતે શિષ્ય દ્વારા ગુરુના ચરણકમલનું પૂજન કરી ઉજવાયો હતો

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂનમ તરીકે ઉજવાય છે

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ.               મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોલ મૂલમ ગુરુ કૃપા.
આનો અર્થ એવો છે કે ધ્યાન ધરવા માટે મૂળ ગુરુ સ્વરૂપ છે પૂજા કરવા માટે ગુરુના ચરણ કમલ છે ગુરુના વચન અને એક મંત્ર જેટલા પવિત્ર અને પ્રેરક છે સુખ પ્રાપ્તિ માટે ગુરૂ  કૃપા એક શ્રેષ્ટ ઉપાય છે.
વેદોનું જ્ઞાન આપનાર વ્યાસજી છે જેથી આદિગુરુ કહેવાય છે જે ગુરુપૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
લાઠી વિજય હનુમાનજી મંદિરે પરમ પૂજ્ય રામચરણ દાસ બાપુ ના શિષ્ય પૂ.દીનબંધુ ચરણદાસજી એ હનુમાનજી મંદિર ના સ્થાપક ગુરુની સમાધિ અને હનુમાનજીની વેદોક્ત મંત્રથી પૂજા અર્ચના કરી  પરમ પૂજ્ય ચરણદાસબાપુના ચરણકમલની પૂજા અર્ચના કરવામાં આવેલ હતી

Follow Me:

Related Posts