છેલ્લા ૨૪ કલાક થી બાબરા પંથક માં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત નાં મોટા ભાગ ના જીલ્લાઓ માં છેલ્લા ૨૪ કલાક થી વરસાદ પડી રહ્યો છે. ક્યાક ભારે વરસાદ છે તો ક્યાક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જીલ્લા ના મોટા ભાગ ના તાલુકાઓ માં વરસાદ પડી રહ્યો છે. જ્યારે બાબરા તાલુકા માં છેલ્લા ૨૪ કલાક થી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
બાબરા શહેર સહિત ચમારડી, વલારડી, કુંવરગઢ, પીર ખીજડીયા, ધુંધરાળા, ગમા પીપળીયા, ત્રંબોડા, મોટા દેવળીયા, ધરાઈ, વાવડી, ચરખા, દરેડ, ખાખરીયા, કોટડાપીઠા, ઉંટવડ સહિત ના ગામો માં શનિવાર બપોર બાદ ના ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ ચમારડી સહિત મા મોટા ભાગ ના ગામો માં પુર આવે તેવો વરસાદ પડ્યો નથી. સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમુક ગામો માં હજુ સુધી એક પણ પુર આવેલ નથી. સતત ધીમી ધારે વરસાદ પડવા થી વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામેલ છે. અને જગત નો તાંત ખેડુતો માં આનંદ જોવા મળી રહ્યો છે.
હાલ બાબરા તાલુકા ના ખેડુતો પુર ચાલે તેવા વરસાદ ની રાહ માં જોવા મળી રહ્યા છે. હાલ બાબરા પંથક માં વરસાદી વાતાવરણ થઈ જવા પામેલ છે.
Recent Comments