અમરેલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમરેલીના નામે નોળખાતી નિર્દિષ્ઠ સંઘ વ્યવસ્થાપક સમિતિના સભ્યોની તેના મતદારોમાંથી ચૂંટાયેલા સભ્યોની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મીટીંગની પ્રથમ બેઠક મળે તે તારીખથી પાંચ વર્ષની મુદત માટે (૧) સંયોજિત દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિ-૬, (૨) સંયોજિત મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળીઓના પ્રતિનિધિ-૩, (૩) વ્યકિતગત શેર હોલ્ડર (ડેલીગેટ)માંથી પ્રતિનિધિ-૪, (૪) સંયોજિત મહિલા સહકારી મંડળીઓના પ્રતિનિધિ-૨, (૫) અન્ય સંયોજિત સહકારી મંડળી (ઈતર)ના પ્રતિનિધિ- એમ મળી કુલ-૧૭ (સત્તર) બેઠકોની ચૂંટણી થવાની છે. અને નિર્દિષ્ઠ કરેલ મતદાર મંડળ (ઝોન) અથવા મતદાર મંડળો જેનો આમાં હવે સંબંધિત મતદાર મંડળ (ઝોન) તરીકે ઉલ્લેખ કર્યો છે. તેની ચૂંટણી સબંધમાં કાર્યકમ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસ લોકડાઉનને કારણે સરકાર તરફથી નિર્દિષ્ટ સહકારી મંડળીઓની ચૂંટણીનો સહિત તમામ સહકારી મંડળીઓની ચૂંટણી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જે તબકકે છે. તે તબકકે મુલત્વી રાખવા ફરમાવેલ હતું. બાદમાં રાજ્યની નિર્દિષ્ટ મંડળીઓ સહિતની તમામ સહકારી મંડળીઓની ચૂંટણી જે તબક્કે મુલતવી રાખવામાં આવી હતી તે હવે ભારત સરકારએ અનલોક -૧ની આપેલ ગાઈડલાઈન મુજબ તથા આપેલ છુટછાટ ધ્યાને લઈ માઈક્રો કન્ટેઈનમેન્ટ અને કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારમાં આવેલ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સહિત તમામ સહકારી મંડળીઓની ચૂંટણી યોજવા મંજૂરી આપવામાં આવેલ છે. જે મુજબ અમરેલી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લી.અમરેલીની મુલતવી રહેલ ચૂંટણી સબંધમાં ભારત સરકારની અનલોક-૧ અંગેની આપેલ ગાઈડલાઈન, ધ્યાને લઈને ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.આ જાહેરનામા પ્રમાણે તા: ૧૪/૭/૨૦૨૦ ના 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી અમરેલી ખાતે ઉમેદવારીપત્રો ભરી શકાશે. તા: ૧૫/૭ થી ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. માન્ય ઉમેદવારીપત્રોની યાદી તા: ૧૬/૭ ના પ્રસિદ્ધ થશે. ૨૦/૭ ના બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા: ૨૧/૭ હરીફ ઉમેદવારની છેવટની યાદીની પ્રસિદ્ધિની તારીખ છે. મતદાન જરૂરી હોય તો તા: ૩૦/૭ મતદાન થશે અને તા: ૩૧/૭ ના મતગણતરી થશે અને ત્યારબાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
Recent Comments