fbpx
અમરેલી

ધારી વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપનો નગારે ઘા બગસરા શહેર અને તાલુકાનાં કોંગ્રેસનાં ગઢનો ભૂકો

 અનેક કાર્યકર્તાએ કેસરીયો ધારણ કર્યો બગસરા તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ ભંડેરી , સંઘાણી ,  કાછડીયા , સભ્યોએ કેસરીયો ધારણ કર્યો અનેક  વઘાસીયા ,  ઉધાડ , હીરપરા ,  તંતી અને ભુવાની સરપંચો જોડાયા હાજરી ધારી – બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહયા છે . ત્યારે ભાજપ દ્વારા આગામી ચુંટણી ની તૈયારીનાં ભાગ રૂપે બગસરા શહેર અને તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓની બેન્કનું આયોજન કરવામાં આવેલ . ભાજપ દ્વારા નગારે ઘા કરીને અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે . છીન્ન ભીન્ન અને હતાશ થયેલ કોગ્રેસ અમરેલી જિલ્લામાં તુટી રહી છે . ભાજપનાં દિગ્ગજ આગેવાન એવા ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી નેતાશ્રી દીલીપભાઈ સંઘાણી , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા , પૂર્વ રા.ક.મંત્રીશ્રી વી.વી.વઘાસીયા , જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયા , પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ , મનસુખભાઈ ભુવા , બાલુભાઈ તંતી , જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની , મંત્રી રાજુ ગીડા , બગસરા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કાંતીભાઈ સતાસીયાની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાનાં સમર્થકો તેની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે . જે.વી. કાકડીયાનાં સમર્થકો આજે ડી.કે , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્ય મુકેશભાઈ રાખોલીયા , તાલુકા પંચાયત સભ્ય અશોકભાઈ મકવાણા , પીઠડીયાના સરપંચ ચંદુભાઈ નાકરાણી માવજી જવાનાં સરપંચ જયંતીભાઈ તળાવીયા , હાલરીયાનાં સરપંચ ભરતભાઈ કોરાટ , કાગદડી સરપંચ વીનુભાઈ કાનાણી , અશ્વિનભાઈ કોરાટ , મધુભાઈ વેકરીયા , નારણભાઈ વઘાસીયા , જયસુખભાઈ ખેતાણી , યુવા કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ રાખોલીયા , જુના વાઘણીયા ગ્રામ પંચાયત સભ્ય મનહરભાઈ બાબરીયા , દલપતભાઈ રાખોલીયા , જુના વાઘણીયા કોગ્રેસ કાર્યકર મયુરભાઈ વેકરીયા , પ્રીન્સ રાખોલીયા , વીઠલભાઈ ખોરાસીયા , જુના વાઘણીયા કોગ્રેસ રમેશભાઈ ગઢીયા , જુના વાઘણ કોંગ્રેસ કાર્યકર અરવિંદભાઈ તળાવીયા સહીતનાં આગેવાનો કોંગ્રેસ છોડી વિકાસની રાજનીતીમાં માન . વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનાં હાથ મજબુત કરવા ભાજપમાં જોડાયા છે . આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ રમેશ સતાસીયા , મહામંત્રી વિપુલ કયાડા , મનું પાટડીયા , પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ માયાણી , પ્રવિણભાઈ રફાળીયા અને તાલુકાનાં હોદેદારો હાજર બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા , મહામંત્રી મુકેશ ગોડલીયા , ભાવેશ મસરાણી , રશ્મીનભાઈ ડોડીયા સહીત નગરપાલીકાનાં પ્રમુખ , અને સભ્યો , ભાજપનાં હોદેદારશ્રીઓ , કાર્યકર્તાઓ હાજર રહેલ હતા .
Follow Me:

Related Posts