fbpx
અમરેલી

સાવરકુંડલા એચ.ડી.એફ.સી. બેંક દ્વારા મોટા ઝીઝુડાની પ્રાથમિક શાળા તથા એસ.એમ.જી.કે. શૈક્ષણિક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

કોરોના મહામારી સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે દેશમા પર્યાવરણ પણ મહત્વનો ભાગ ભજવતો હોય અને પર્યાવરણ વધુ પ્રફુલ્લિત કરવાના હેતુને ખરા અર્થમાં સાર્થક કરવા સાવરકુંડલા એસ.ડી.એફ.સી. બેંક સ્ટાફ દ્વારા મોટા ઝીઝુડા પ્રાથમિક શાળા તથા એસ.એમ.જી.કે. સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું 50 જેટલા ટ્રી ગાર્ડ સાથે અલગ અલગ વૃક્ષોના વાવેતર કરીને પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એચ.ડી.એફ.સી.બેંકના સુંદર અભિગમથી મોટા ઝીંઝુડાની પ્રાથમિક શાળા અને સાવરકુંડલા શહેરની ગિરધરવાવ ખાતે આવેલી એસ.એમ.જી.કે.શૅક્ષણિક સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા એચ.ડી.એફ.સી.નો સમગ્ર સ્ટેઅફ સાથે ઝીંઝુડાના આચાર્ય શિક્ષકો અને એસ.એમ.જી.કે.શૅક્ષણિક સંકુલના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ હતી

Follow Me:

Related Posts