અમરેલી ની બટારવાડી આદર્શ નિવાસી કન્યા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી
અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી નાયબ નિયામક અમરેલી હસ્તકની આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કન્યા બટારવાડી અમરેલીમાં વર્ષ ૨૦૨૦/૨૧ માટે ધોરણ-૯/૧૦ માટે ગણિત/વિજ્ઞાન વિષયના ૧ (એક) પ્રવાસી શિક્ષકની જરૂરિયાત હોય યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨૩/૦૭/૨૦૨૦ ને ગુરુવાર સવારે ૧૧:૦૦ કલાકે નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, બ્લોક બી, રૂમ નં.-૩૦૩, ત્રીજો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ-અમરેલી ખાતે રૂબરૂમાં અરજી, બાયોડેટા અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે. સરકારના નિયમો અનુસાર તાસ દીઠ રૂપિયા ૭૫ મહેનતાણું ચુકવવામાં આવશે.
Recent Comments