fbpx
અમરેલી

પાલિકાનાં નવનિર્મિત ભવનનું સરદાર વલ્‍લભભાઈ પટેલ નામકરણ કરાશે

અમરેલી નગરપાલિકાની કારોબારી સમિતિની ખાસ બેઠક નગરપાલિકા કચેરી ખાતે કારોબારી સમિતિના જયબેન ડાબસરાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ. જેમાં અમરેલી નગરપાલિકાના કારોબારી સમિતિના સભ્‍યો અલ્‍કાબેન ગોંડલીયા, નટુભાઈ સોજીત્રા, પ્રકાશભાઈ કાબરીયા, હિરેનભાઈ સોજીત્રા, કિરણબેન વામજા હાજર રહેલ હતા. ખાસ કારોબારી બેઠકમાં કાર્યસૂચિ પ્રમાણે કુલ બે ઠરાવો કરવામાંઆવેલ.(1) આરોગ્‍ય શાખા હસ્‍તકની સફાઈ કામગીરી હેઠળ હરિઓમ એજન્‍સી બીલોના પેમેન્‍ટ નહીં ચૂકવવા, એજન્‍સી તરીકે બ્‍લેકલીસ્‍ટ કરવા, વર્ક ઓર્ડર રદ કરવા વિગેરે બબતે ન્‍યાયિક તપાસ કમિટીની નિમણૂંક કરવા બાબતે કરવામાં આવેલ હુકમ (1) જા.નં./એચ.સી./તપાસ કમિટી/99/ર0ર0 તા.ર/7/ર0 (ર) નગરપાલિકા કચેરીના હુકમ જા.નં. /એચ.સી/તપાસ કમિટી/106 ર0ર0 તા.4/7/ર0 બન્‍ને હુકમો રદ કરવાનું ઠરાવવામાં આવેલ. સદર ઠરાવમાં હરિઓમ કન્‍સ્‍ટ્રકશન વિરૂઘ્‍ધ તા.14/ર/ર0 કારોબારી સમિતિના ઠરાવ ર6 મુજબ તેઓની સામે ફોજદારી પગલા લેવા તેઓની ડીપોઝીટ જપ્‍ત કરવાની કાર્યવાહી કરવા ચીફ ઓફિસર તેમજ આરોગ્‍ય અધિકારીને દિન-8માં કરેલ કાર્યવાહીની જાણ કરવાનું પણ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.(ર) અમરેલી નગરપાલિકા કચેરીના નામાકરણ કરવા બાબત અંગે અમરેલી નગરપાલિકા કચેરીનું અદ્યતન બિલ્‍ડીંગ તૈયાર થયેલ સદર બિલ્‍ડીંગના નામાકરણ બાબતે જુદી જુદી માંગણીઓ આવેલ જેની ખાસ કારોબારી સમિતિની બેઠકમાં ઉંડાણ પૂર્વક ચર્ચા-વિચારણા કરતા અમરેલી નગરપાલિકાના નવા બિલ્‍ડીંગને  સરદાર વલ્‍લભભાઈ પટેલ ભવન નામાકરણ કરવા અંગેનો સર્વાનુમતે ઠરાવવામાં આવેલ.આમ, ઉપર મુજબના ઠરાવોના નિર્ણય કરી આજની ખાસ કારોબારી સમિતિની બેઠક પૂર્ણજાહેર કરવામાં આવેલ. તેમ અઘ્‍યક્ષા જયબેન ડાબસરાએ જણાવેલ છે.

Follow Me:

Related Posts