fbpx
અમરેલી

કોરોનાં વાયરસ ની મહામારી માં આંગણવાડી ઓ બંધ હોવા છતાં પણ જાહેરનામા નો ભંગ કરી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ પગાર વધારા ની માંગ કરી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

ચાર કરતા વધુ વ્યકિતઓ એ ભેગા ન થવા છતાં પણ વગર મંજૂરી એ મોટી સંખ્યામાં ભેગા થયા.હાલ સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર માં કોરોનાં વાયરસ ની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો ને પોતાની આજીવિકા ચલાવવી પણ મુશ્કેલ બની રહ્યું છે.
સાવરકુંડલા તાલુકા માં આંગણવાડી વિભાગ માં નોકરી કરતી હેલ્પર અને વર્કર મહિલા ઓને આંગણવાડી ઓ બંધ હોવા છતાં પગાર ચાલુ છે. છતાં પણ આંગણવાડી વિભાગ ની મહિલાઓ તાલુકા પંચાયત કચેરી માં મોટી સંખ્યામાં ભેગી થઈ ને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી જાહેરનામાં નો ભંગ કર્યો હતો.
પગાર વધારા ના મુદ્દે ભેગી થયેલી હેલ્પર વર્કરો ને આંગણવાડી વિભાગ ના હેડ સી.ડી.પી.ઓ. કે તાલુકા પંચાયતના હેડ તાલુકા વિકાસ અધિકારી પાસે કોઈપણ જાત ની મંજૂરી વગર ભેગા થઈ જાહેરનામાં ના ભંગ કરી ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તથા ભેગી થયેલ મહિલા ઓએ સેનીટાઈઝર કે હેન્ડવોશ નો ઉપયોગ અને થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કર્યાં વગર જ ભેગા થતા આરોગ્ય બાબત ની બેદરકારી દાખવી હતી.

Follow Me:

Related Posts