fbpx
અમરેલી

ખેડુત પુત્ર અને લાઠી-બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ખેતર માં સનેડા થી ખેતી કરતા જોવા મળ્યા

હાલ કોરોના નો હાહાકાર સમગ્ર ગુજરાત માં છે. લોકો મહામારી ના કારણે ભય ની વચે જીવન જીવી રહ્યા છે. ત્યારે આજ રોજ બાબરા-લાઠી ના ધારાસભ્ય અને ખેડુત નેતા તરીખે જાણીતા ખેડુત પુત્ર સાથે ગુજરાત કોંગ્રેસ ના અડીખમ નેતા  વિરજીભાઈ ઠુંમ્મર અમરેલી ખાતે પોતાની વાડીએ કપાસ ની ખેતી કરી રહ્યા છે. કપાસ માં સનેડા (મીની ટ્રેક્ટર) સાથે ખેતી કરતા નજરે પડ્યા હતા. કપાસ ના પાક માં વરસાદ ના કારણે થયેલ ખડ નું નિંદામણ કરતા જોવા મળ્યા હતા. આ કામ ને ખેડુતો ની ભાષા માં આંતરખેડ પણ કહેવામાં આવે છે. આ હળવી પળો શ્રી ઠુંમ્મર મળી રહ્યા છે.
ધારાસભ્ય  વિરજીભાઈ પોતે ખેડુત પુત્ર હોવાથી તમામ ખેતી કામ કરે છે. માટે ખેડુતો ને પડતી હાલાકી નો તમામ અનુભવ હોવા થી વારંવાર ખેડુતો માટે પ્રશ્નો ઉઠાવે છે. આ વિસ્તર સહિત ગુજરાત માં  ઠુંમ્મર ખેડુત પુત્ર તરીકે ઓળખાઇ છે. હમેંશા લોકોની સાથે સામાન્ય માણસ ઉભા રહે છે. ત્યારે આજે અમરેલી ખાતે આવેલ પોતાના ખેતર માં એક સામાન્ય ખેડુત તરીકે ખેતી કામ કરતા જોવા મળ્યા હતા. ત્યારે લોકો નું માનવું છે કે, જે માણસ ખેતી કરે છે તે ખેડુતો ને પડતી મુશ્કેલીઓ ને સારી રીતે સમજી સકે છે. માટે જ ધારાસભ્ય  વિરજીભાઈ ઠુંમ્મર ને ખેડુતનેતા તરીકે ઓળખવામાં આવેશે.

Follow Me:

Related Posts