fbpx
અમરેલી

1 માસ પહેલા રાજકોટ માં આપઘાત કરનાર તેમના ઘરે થી દોઢ કરોડ ના સોના ચાંદી ના દાગીના મળી આવતા ખળભળાટ મચી ગયો તમામ દાગીના નાગેશ્રી પોલીસ એ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી મૃતક ના ઘરે થી આટલો મોટો

અમરેલી જિલ્લા માં આવેલ જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામ નો હિતેશ વર્જ લાલ ગોરડિયા નામનો ઈસમ 1 માસ પહેલા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર માં તેમના બહેન ના ઘરે જય આપઘાત કરી લીધો હતો રાજકોટ પોલીસ માં માત્ર એડી નોંધાયેલ છે જયારે નાગેશ્રી વિસ્તાર માંથી પોલીસ ને માહિતી મળી અહીં ખુબ મોટા માત્ર માં સોના ચાંદી ના દાગીના છે આ પ્રકાર ની હકીકત ના આધારે સાવરકુંડલા ડી.વાય.એસ.પી અને નાગેશ્રી પોલીસ ની ટિમ દ્વારા નાગેશ્રી ગામ માં મૃતક ગોરડિયા ના રહેણાંક મકાન માં વિડ્યો ગ્રાફી સાથે તપાસ કરતા પ્રથમ તો પોલીસ તંત્ર ચોકી ઉઠ્યું હતું અલગ અલગ લોકો ના દાગીના સાથે અલગ અલગ કાગળ માં લખેલી ચીઠી ઓ મળી આવી જયારે આ ચીઠી ઓ ના આધારે તમામ નાના મોટા સોના ચાંદી ના દાગીના સહીત મુદામાલ કબ્જે કર્યો જયારે આ કબ્જે કરતા 1,56,41,800 ની કિંમત ના દાગીના મળી આવ્યા જયારે પોલીસ સૂત્રો માંથી મળતી વિગત મુજબ અગાવ ના સોના ના ભાવ ના મુજબ કિંમત લગાવેલી છે જયારે અત્યાર ના હાલ ના સોના ના ભાવ ની કિંમત લગાડે તો કરોડો ની કિંમત ને પણ આંકડો વધી જાય છે જયારે હાલ માં નાગેશ્રી પોલીસ દ્વારા જુદી જુદી દિશા માં તપાસ હાથ ધરી છે નાગેશ્રી અને સમગ્ર ગ્રામીણ વિસ્તાર માં રોકડ રકમ અને દાગીના ની લેવડ દેવળ કરી વ્યાજ નું નેટવર્ક ચલાવતો હતો ત્યાર બાદ મૃતક હિતેશ ની બહેન રાજકોટ તેમના નિવાસ સ્થાને પોહચી આપઘાત કરી લીધો હતો ત્યાર બાદ સ્થાનિક લોકો પાસે થી માહિતી મળતા અન્ય લોકો સોના ચાંદી ના દાગીના સગેવગે કરે તે પહેલા નાગેશ્રી પોલીસ એ કબ્જે કરી લીધા છે
જયારે પોલીસ હાલ માં અલગ અલગ દિશા માં તપાસ હાથ ધરી છે ત્યારે રહેણાંક મકાન માંથી ચીઠી ઓ મળી હતી  આધારે તપાસ માં ખુલ્યું છે 800 ઉપરાંત ના લોકો ના સોના ચાંદી ના દાગીના છે જયારે અહીં નાણા લઇ જવા ના અને સોનુ આપી જવા નું આ પ્રકાર નું ગેરકાયદેસર વ્યાજ નું નેટવર્ક ચલાવતો હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું છે ત્યારે મૃતક ની પત્ની ની પોલીસ પણ પુચ પરછ કરશે આટલા મોટા દાગીના અને નાણા નો વ્યહાર કેમ કર્યો ઈન્ક્મ ટેક્સ વગેરે માં ટેક્સ ભરતા હતા કેમ કેમ તે દિશા માં પોલીસ તપાસ કરશે તેવો દાવો કરાયો છે જયારે રાજકોટ શહેર માં આપઘાત કેમ કર્યો તે હજુ સુધી માં બહાર આવ્યું નથી સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ રાજકોટ માં માત્ર એડી નોંધાયેલી છે ત્યારે મૃતક હિતેશ ગોરડિયા નું આપઘાત પાછળ નું કારણ અંકબંધ છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે આટલા જથ્થા માં સોના ચાંદી ના દાગીના મળી આવ્યા તો કેમ આપઘાત કરી લીધો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકોટ પોલીસ તપાસ કરશે કે કેમ તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે

Follow Me:

Related Posts