fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રો ઉપર માત્ર અગત્યની કામગીરી જ થશે

કોરોના વાયરસના સંક્રમણનો ઝડપથી ફેલાવો થતા દિવસે દિવસે કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. જેથી લોકો તથા કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ ન બને તે હેતુથી જિલ્લાના તમામ જન સેવા કેન્દ્રો તથા ઈ–ધરા કેન્દ્રો ખાતે આગળની સૂચના ન મળે ત્યાં સુધી અગત્યની કામગીરી સિવાય અન્ય સેવાઓ માટે જાહેર જનતાની અવરજવર નિયંત્રીત કરવામાં આવે છે.
આરોગ્યના હેતુ માટે મા અમૃતમ કાર્ડના હેતુ અર્થે આવકનો દાખલો આપવાનો રહેશે, આવા ઈસ્યુ કરવાના થતા દાખલામાં ફક્ત મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના ના કામ અર્થે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. કોઈ ગંભીર બિમારીના અતિ આવશ્યક કિસ્સાઓમાં જરૂરી ખાત્રી કરી સંબંધિત મામલતદારશ્રી જરૂરી પ્રમાણપત્ર દાખલો આપી શકશે. રાજય સરકારદ્વારા ગત વર્ષના આવકના દાખલાની તથા નોન ક્રીમીલીયર આપેલ પ્રમાણપત્રોની મુદત તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીની માન્ય કરી હોવાથી શાળા-કોલેજો તથા સંસ્થાઓએ માન્ય રાખવાનાં રહેશે. ચાલુ વર્ષના દાખલા માટે આગ્રહ રાખવાનો રહેશે નહીં. જરૂર જણાયે તા.૩૦/૯/૨૦૨૧ સુધીમાં રજૂ કરવા જણાવવાનું રહેશે.
મામલતદાર કચેરીમાં નામ દાખલ, કમી, નવું રેશન કાર્ડ, સરનામાં ફેરફાર વિગેરે રેશનકાર્ડ અંગેની કામગીરીની અરજીઓ આગામી તા.૩૧/૭/૨૦૨૦ સુધી માત્ર ઓનલાઈન જ મેળવવાની રહેશે. જે કિસ્સામાં સાધનિક કાગળોની ચકાસણી કરવાની જરૂરિયાત જણાય તેવા કિસ્સામાં જ તે માટે અરજદારશ્રીને રૂબરૂ બોલાવવાના રહેશે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Follow Me:

Related Posts