fbpx
અમરેલી

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વીજબિલ માં રાહત આપવા બાબતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી

વર્તમાન વૈશ્વિક મહામારી COVID 19 કોરોના એ જ્યારે સમગ્ર જગત માં અજગર ભરડો લીધો છે ત્યારે આપણા દેશ માં સર્વત્ર પ્રથમ બે મહિના નું લોકડાઉન અને ત્યાર બાદ અનલોક થયા બાદ ઘરે ઘરે લાઈટબીલ નું વિતરણ થતા સામાન્ય વર્ગ ના ધંધાદારી અને મજૂરી કે પ્રાઇવેટ નોકરી કરતા લોકો માં એક કચવાટ ઉભો થયો હતો કે ધંધા રોજગાર ની કથળતી પરિસ્થિતિ માં જ્યારે એકી સાથે બે થી ત્રણ મહિના નું લાઇટબીલ ભરવા પાત્ર થઈ રહ્યું છે અને મધ્યમ અને ગરીબ વર્ગ ના ઘરે પોહચે છે ત્યારે માંડ કરી ને પેટયું રળતા પરિવાર માટે આફત સમુ બનનાર વિજબીલ માં સરકાર દ્વારા જે યુનિટ માફી ની જાહેરાત આપવામાં આવી છે તે અને અન્ય લોકો ને તગડા બિલ ભરવા માં હપ્તા પદ્ધતિ કરી આપવા માં આવે જેથી એકીસાથે બિલ ભરવા માંથી પણ રાહત મળે અને આ સમય માં નાણાકીય અગવડતા નો સામનો પણ ઓછો કરવો પડે તેવી જીઈબી ના ઈજનેર શ્રીપરીખ સાહેબ અને તેમના ઉપલા અધિકારી સાથે વિચાર વિમર્શ કરી આ બાબતે ની અપેક્ષા સાથે આવેદન પત્ર પાઠવી સામાન્ય જનતા માટે રાહત થાય તેવો નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી હતી આ તકે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા જિલ્લા ઉપપ્રમુખ દેવરાજ બાબરીયા જિલ્લા મહામંત્રી તેજસ મસરાણી NSUI પ્રમુખ દિશાત બાબરીયા સહિત ના અગ્રણી ઉપસ્થિત રહી રજુઆત કરવામાં આવી હતી

Follow Me:

Related Posts