fbpx
અમરેલી

ધારી બગસરા તાલુકામાં ભાજપની બેઠકો પાસ નાં કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો

ધારી બગસરા તાલુકામાં ભાજપની બેઠકો પાસ નાં કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો આગામી ધારી બગસરાની પેટા ચુંટણીમાં ભાજપ દ્વારા જિલ્લા પંચાયત સહ બેઠકોનું આયોજન કરવામાં આવેલ બગસરા તાલુકાની જુના વાઘણીયા અને હામાપુર ખાતે ખેઠક મળી હતી તેમાં ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ . એજ રીતે ધારી તાલુકાની દલખાણીયા જિલ્લા પંચાયત સીટની બેઠક ભાડેર ખાતે તેમજ ધારી તાલુકાની ધારી જિલ્લા પંચાયત બેઠકની ધારી ખાતે બેઠક મળી હતી . ધારી તાલુકાનાં પાટીદાર પાટીદાર અનામત સમિતીનાં આગેવાનો પાસાના રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવા માટે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારની વિકાસની યાત્રામાં અમો જોડાઈએ છીએ કેસરીયો કર્યો છે . જેમાં પાસના આગેવાન સર્વેશ્રી અરવિંદભાઈ સાવલીયા , રાજુભાઈ ગરીયા , ભીખુભાઈ બાંભરોલીયા , ઘનશ્યામભાઈ નાકરાણી , લાલજીભાઈ રતનપરા , નેહલલાલભાઈ ગજેરા , ઘનશ્યામભાઈ શીરોયા સહીતનાં આગેવાનો ભાજપમાં જોડાયા છે . આ બેઠકોમાં રાજય સરકારના મંત્રી અને પ્રભારીધર્મેન્દ્રસિંહજી જાડેજા , મ્યુ.ફા.બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી અગ્રણી દીલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , પૂર્વ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , મહામંત્રી કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયા , બાલુભાઈ તંતી , મનસુખભાઈ ભુવા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર , જિલ્લા પંચાયત સભ્યશ્રી ભુપતભાઈ વાળા , જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ જોષી , મધુબેન જોષી , જિલ્લા ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતીભાઈ રાણવા , ધારી તાલુકા ભાજપનાં પ્રમુખ જિતુભાઈ જોષી , મહામંત્રીઅશ્વિનભાઈ કુંજડીયા , વિપુલભાઈ બુહા , બગસરા તાલુકા ભાજપનાં પ્રમુખરમેશભાઈ સતાસીયા , મહામંત્રીશ્રી વિપુલભાઈ કયાડા , મનુભાઈ પાટડીયા , બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા , મહામંત્રી મુકેશ ગોંડલીયા , ભાવેશ મશરાણી , ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા , મહામંત્રી પ્રકાશભાઈ કારીયા , હીમંતભાઈ દોંગા . ધારી બગસરા વિધાનસભાની બેઠકમાં પાસના કાર્યકર્તાઓએ ભાજપ પ્રવેશ કર્યો , ધારી તાલુકાનાં પાસનાં આગેવાનો સમાજનાં હીતમાં સર્વે સમાજનું હીત ભાજપમાં જ છે ભાજપ જ શહેર ગામડાઓનો વિકાસ કર્યો છે . અને આ વિકાસની યાત્રામાં જોડાવા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી , મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે સાચી દીશામાં દેશનાં તમામ સમાજનો વિકાસ કરી રહયા છે . આથી અમોને સાચી સમજ છે કે અમો ભાજપમાં જોડાયા છીએ આથી તમામ પાસના આગેવાનોએ નિર્ણય કર્યો કે , ધારી વિધાનસભાની સીટ વિજય બને તે માટે તમામ પ્રયત્ન કરીશું .

Follow Me:

Related Posts