fbpx
અમરેલી

અમરેલી ની ચાવંડ ચેકપોસ્‍ટ ખાતે વાહનોની કતાર

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક અઠવાડીયા દરમિયાન કોરોના પોઝિટિવ કેસની સંખ્‍યામાં મોટો વધારો થતાં અમરેલી જિલ્‍લાને કોરોનાગ્રસ્‍ત બનતો અટકાવવા માટે થઈ અમદાવાદ, સુરત, મુંબઈથી આવતા લોકો અમરેલી જિલ્‍લામાં પ્રવેશે તે પહેલાં જ તમામ લોકોનું તબીબી પરીક્ષણ થાય તે માટે થઈ અમરેલી નજીક આવેલ ચાવંડ ચેકપોસ્‍ટ ઉભી કરવામાં આવેલી છે. આ ચેકપોસ્‍ટ પર તમામ લોકોનું પરીક્ષણ શરૂ કરવામાં આવેલ છે.અમદાવાદ-સરત અને મુંબઈ તરફથી આવતા લોકોને ચાવંડ ખાતે આવી તમામ મુસાફરોની હિસ્‍ટ્રીની નોંધ ચાવંડ હાઈસ્‍કૂલ ખાતે શરૂ કરવામાં આવેલ છે.આ તબીબી પરીક્ષણ દરમિયાન કોઈપણ મુસાફરને કોરોનાનાં પ્રાથમિક લક્ષણો જણાયે તુરત જ દવાખાને મોકલી આપવામાં આવશે જેથી અન્‍ય લોકોને કોરોનાનો ચેપ લાગી શકે નહી.આમ અમરેલીજિલ્‍લામાં આરોગ્‍ય વિભાગ તથા જિલ્‍લા પોલીસ ઘ્‍વારા અમરેલી જિલ્‍લામાં કોરોનાગ્રસ્‍ત દર્દીઓ ઘ્‍વારા કોરોનાનાં રોગને ફેલાવતો અટકાવવા માટે થઈ ઘનિષ્ઠ કામગીરી શરૂ કરેલ છે.

Follow Me:

Related Posts