fbpx
અમરેલી

કેન્દ્ર સરકાર તરફ થી આગામી ૨૧-૭-૨૦૨૦ સુધીમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો માટે ૧ લાખ મે ટન યુરિયા ખાતરનો જથ્થો આપવામાં આવશે સાંસદ નારણભાઈ કાછડીયા

કેન્દ્ર સરકાર તરફ થી આગામી ૨૧-૭-૨૦૨૦ સુધીમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો માટે ૧ લાખ મે . ટન યુરિયા ખાતરનો જથ્થો આપવામાં આવશે સાંસદ નારણભાઈ કાછડીયા આજ રોજ માન . કેન્દ્રીય ઉર્વરક મંત્રી ( રા.ક. ) મનસુખભાઈ માંડવીયાજી અને કેન્દ્રીય કૃષિ મંત્રી ( રા.ક. ) પરષોત્તમભાઈ રૂપાલાજી સાથે થયેલ ટેલીફોનીક ચર્ચા મુજબ આ તમામ જથ્થો ગુજરાતનાં પાંચે પાંચ પોર્ટ ઉપર ઉતરશે અને ત્યારબાદ જીલ્લા વાઈજ ખાતાની ફાળવણી થશે . ઉપરાંત આજે લીલીયા મોટા ખાતે પણ રેક ઉતરવાની છે . જેથી અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોએ મુંજાવવા કે ઘબરાવવાની જરૂર નથી અને કોઈ પણ ખેડૂતોએ ખાતરનો સંગ્રહ ( સ્ટોક કરવો નહિ . તમામ ખેડૂતોને તેમની જરૂરીયાત મુજબનું ખાતર ચોક્કસ મળી રહેશે . ફક્ત વિતરણ વ્યવસ્થાનાં અભાવે જિલ્લામાં ખાતરની તંગી દેખાઈ રહી છે , બાકી ખાતરની અછત છે જ નહિ . આ તકે , સાંસદ નારણભાઈ કાછડીયાએ વિરોધ પક્ષ ઉપર આકરા પ્રહારો કરતા જણાવેલ છે કે કોંગ્રેસનાં મિત્રો પ્રેસનોટ આપી , ખેડૂતોને ગુમરાહ કરી પોતાના રાજનીતિક રોટલા શેકી રહ્યા છે . કોંગ્રેસનાં શાસન કાળમાં ખાતરની ખુબ જ કાળાબજારી થતી અને ખેડુતોએ તે માટે દંડા પણ ખાધેલ છે . જે અંગે સમગ્ર જનતા અને ખેડૂતો જાણે જ છે . અંતે સાંસદએ પુનઃ તમામ ખેડૂતોને આશ્વત કરતા જણાવેલ છે કે કોઈ પણ ખેડૂતને ખાતરની ઘટ કે અછત ન પડે તે માટે કેન્દ્રની માન . નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર અને રાજ્યની વિજયભાઈ રૂપાણીજી ની સરકાર હંમેશા પ્રયત્નશીલ છે . જેથી કોઈપણ ખેડૂતોએ કાળાબજારી થી ખાતર ખરીદવું નહિ અને જો કોઈ કાળા બજારી કરતુ જણાઈ તો અમોને જાણ કરવી

Follow Me:

Related Posts