fbpx
અમરેલી

બગસરા ના પાટીદાર અનામત આંદોલન સમિતીનાં યુવાનો ભાજપમાં જોડાઈને કેસરીયો ધારણ કર્યો

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની દેશ સેવા અને રાષ્ટ્ર તેમજ રાજયનાં હીતનાં અનેક નિર્ણયોથી પ્રેરણા લઈ ને પાટીદાર અનામત આંદોલન સમિતી ” પાસ ” ના કાર્યકર્તાઓ આજે ભાજપનાં દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો છે . ધારી તાલુકાની સરસીયા અને ધારંગણી અને ખાંભા તાલુકાની ખાંભા અને મોટા સમઢીયાળા જિલ્લા પંચાયત સીટ સહ કાર્યકર્તાઓની બેઠક મળી હતી . રાજયનાં અન્નનાગરીક પુરઠા મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , ગુજરાત મ્યુ.ફા.બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી નેતા દીલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા , બાવકુભાઈ ઉંધાડ , પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી , જે.વી.કાકડીયા , મનસુખભાઈ ભુવા તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર , જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , જિલ્લા ભાજપ મંત્રી હિતેશ જોષી , ભરતભાઈ વેકરીયા , જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ , મહામંત્રી ઢાંકેચા , ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અતુલ હિમંતભાઈ દોંગા , જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા , ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા , મહામંત્રી અરવિંદ ચાવડા , દુલાભાઈ તરસરીયા , પૂર્વ ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ફીંડોળીયા , મુકેશ માંગરોળીયા , અમરીષભાઈ હરીયાણી , કાંતીભાઈ તંતી , જગદીશ ગૌસ્વામી , ભગતભાઈ ભમ્મર , સાગરભાઈ સાવલીયા તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જિતુ ભાઈ જોષી , મહામંત્રી અશ્વિનભાઈ કુંજડીયા , વિપુલ બુહા , મુગેશ કોટડીયા , ખોડાભાઈ ભુવા , શંભુભાઈ મકવાણા , સુભાશભાઈ ગજેરા , વનરાજભાઈ વાળા , રમભાઈ ઝાલા , બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી એ.વી. રીબડીયાજિલ્લા સહીતનાં અગ્રણીઓ હાજર રહેલ રાષ્ટ્રીય પ્રવાહમાં આજે બગસરાનાં પાસના કાર્યકર્તાઓ હીરેન બાબરીયા , કેતન શેખડો , યતિન બાબરીયા , દર્શક માલવીયા , નિકુંજ સોરઠીયા , બંટી વઘાસીયા , પ્રદીપ શીંગાળા , મયુર સતાસીયા , હાર્દીક શીંગાળા , દર્શન કસવાળા , મહેશ હીરાણી , હાર્દીક પટેલ , જય હીરાણી , વિવેક રીબડીયા , સાગર મીરોલીયા , રાજ પડશાળા , જય બોરડ , ધ્રુવ માલવીયા , કાર્તિક અકબરી , નારણે માલવીયા સદસ્ય ન.પા.બગસરા સહીતનાં લોકો જોડાયા હતા . આમ કોંગ્રેસ અને પાસનાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોગ્રેસનાં ગઢના કાંગરાઓ એક પછી એક ખરી રહયા છે . આગામી દીવસોમાં હજુ પણ કોંગ્રેસ અને પાસનાં અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપમાં જોડાશે .

Follow Me:

Related Posts