fbpx
અમરેલી

અમરેલી બાબરા ખાતે ૨૬ ફેબ્રુઆરીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

૧૫ ફેબ્રુઆરી સુધી અરજી સ્વીકારવામાં આવશે  તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડેતે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૬ ફેબ્રુઆરીના મામલતદાર કચેરી બાબરા ખાતે યોજાનાર કાર્યક્રમ માટેના પ્રશ્નો/ ફરિયાદો આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી મામલતદારશ્રીની કચેરી બાબરાને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા પહોંચાડવાની રહેશે. અરજીના મથાળે મોટા અક્ષરે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવાનું જણાવેલ છે.આ કાર્યક્રમમાં સામુહિકનીતિ વિષયકકોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો કે કર્મચારી વિષયક પ્રશ્નો રજુ થઇ શકશે નહિ જેની નોંધ લેવા મામલતદારશ્રી બાબરાની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts