fbpx
અમરેલી

બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂતોના ખેતરોમાં સૌની યોજના લિંક ૪ના સંપના કારણે ધોવાણ થઈ રહ્યા છે સમ્પનું પાણી વોકલામાં જવાના બદલે સીધું ખેતરમાં ઘુસી જાય છે

બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂતોના ખેતરોમાં સૌની યોજના લિંક૪ના સંપના કારણે ધોવાણ થઈ રહ્યા છે
સમ્પનું પાણી વોકલામાં જવાના બદલે સીધું ખેતરમાં ઘુસી જાય છે
સમ્પનું પાણી તાકીદે અટકાવી ખેતરના પાળા પાસે આર સી સી બનાવવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ સિંચાઈ વિભાગને રજુઆત કરી
બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂતો સોની યોજના લિંક૪માં બનાવવામાં આવેલ પાણીનો સમ્પના કારણે પરેશાન છે કારણ કે અહીં સમ્પમાંથી છોડવામાં આવતું પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસી જાય અને ધોવાણ થતા જમીન અને પાક ને નુકશાન થાય છે જેના કારણે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર દ્વારા રજુઆત પણ કરવામાં આવેલ છે
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને આ બારાની રજુઆત મળતા તેઓ દ્વાર જિલ્લા કલેક્ટર તેમજ સિંચાઈ વિભાગને પત્ર લખી ખેડૂતોના પ્રશ્ન નું નિવારણ કરવા જણાવ્યું છે
ધારાસભ્ય ઠુંમર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ સિંચાઈ વિભાગને પત્ર લખી જણાવ્યું છે કે બાબરા તાલુકાના ખંભાળા ગામના ખેડૂત લઘુભાઈ નરસિંહભાઈ જાદવ તેમજ ધીરુભાઈ તલશીભાઈ જમોડ આ બને ખેડૂતોને સોની યોજના લિંક ૪માં બનાવવામાં આવેલ પાણીના સમ્પના કારણે પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે સમ્પનું પાણી બાજુમાં આવેલ વોકળામાં જવાના બદલે સીધું ખેતરમાં આવે છે જેના કારણે ખેતરમાં વાવેતર ને ભારે નુકસાન પહોંચે છે
ત્યારે સમ્પનું પાણી ખેતરમાં જતું અટકાવવા કેનાલ બનાવી પાળા પાસે આર સીસી ની દીવાલ કરવી જોઈએ જેથી ખેડૂતોને કાયમી સમસ્યાઓમાંથી મુક્તિ મળે કારણ કે અહીં જયારે પાણી છોડવામાં આવે ત્યારે આ મુશ્કેલીઓ ઉભી થાય છે જેના કારણે ખેડૂતો ભારે ઉપાધિઓ મુકાયા છે

Follow Me:

Related Posts