ચલાલામાં પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાનું સન્માન કરાયું
વિશ્વની સૌથી મોટી અને તાકાતવાન રાજકીય પાર્ટી ભાજપમાં કોંગ્રેસનો ત્યાગ કરી પ્રવેશ મેળવતા ચલાલા નગરપાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્ધભાઈ વાળા સહિત તમામ સદસ્યો દ્વારા પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાનું ફૂલહાર, શાલ અને મીઠાઈ વહેંચી ભાવથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી ધારી, બગસરા, ખાંભા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચલાલાના તમામ બુથ પર જંગી ભાજપની લીડ કાઢી તમામ બુથ જીતવાનો સંકલ્પ કર્યો હતો. ન.પા.ના પ્રમુખ હિંમતભાઈ દોંગાએ ઉપસ્થિત સહુ સભ્યોને આવકારી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા બધાને કામે લાગી જવાની હાંકલ કરી હતી. જયારે ઉપપ્રમુખ અનિરૂઘ્ધભાઈ વાળાએ તમામ કાર્યકરોનેડોર ટુ ડોર જઈ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારના વિકાસશીલ કાર્યોથી પરિચિત કરવા માટે જણાવેલ હતું. જયારે શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ કારીયાએ જણાવેલ હતું કે જે.વી. કાકડીયા તાકાતવાન વ્યકિત હોવાથી તેમના ભાજપ પ્રવેશથી તાલુકામાં ભાજપ વધુ મજબૂત બનશે અને ધારી, બગસરા, ખાંભા વિધાનસભા કોંગ્રેસ મુકત બની જશે. જે.વી. કાકડીયાના પ્રવેશથીતેઓએ તેમનો રાજીપો વ્યકત કર્યો હતો. સન્માનનો પ્રતિભાવ આપતા પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જણાવેલ હતું કે હું ભાજપ પરિવારમાં જોડાયો છું તેનો મને આનંદ છે. ભાજપ વિકાસમાં માને છે આપણે બધા સાથે મળી આપણા વિસ્તારનો વિકાસ થાય તે માટે કટિબઘ્ધ બનીએ અને સહુનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરીએ.
Recent Comments