fbpx
અમરેલી

અઘ્‍યાપક સહાયકની ભરતીની મોકૂફ રહેલ પ્રક્રિયા પુનઃ ચાલુ કરો : અંબરીષ ડેર

રાજય સરકાર દ્વારા તા. 18/03/ર0ર0ના રોજ વિવિધ વર્તમાનપત્રોમાં વિવિધ વિષયના 960 જેટલા અઘ્‍યાપક સહાયકની ભરતી માટે જાહેરાત આપવામાં આવેલ અને ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવેલ. સદર ભરતી પ્રક્રિયા કોરોના વાયરસની મહામારીના કારણે ઉચ્‍ચ શિક્ષણ કમિશ્‍નરની કચેરી ગાંધીનગર દ્વારા તા. ર0/03/ર0ર0થી મોકુફ રાખવામાં આવેલ છે.અઘ્‍યાપક સહાયકની ભરતી છેલ્‍લે વર્ષ ર014માં કરવામાં આવેલ. જેથી ત્‍યાર બાદ પીએચડી, નેટ, જી.સેટ જેવી ઉચ્‍ચ શિક્ષકની ડીગ્રીઓ ધરાવતા બેરોજગાર ઉમેદવારોની સંખ્‍યામાં ઉતરોતર વધારો થઇ રહયો છે. ત્‍યારે, સમગ્ર દેશ જયારે હવે અનલોક થઇ રહયો છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા પણ અઘ્‍યાપક સહાયકની ભરતી પુનઃ શરૂ કરવા સંભવિત ઉમેદવારોની માંગ છે.જો અઘ્‍યાપકસહાયકની ભરતી સમયસર કરવામાં ન આવે તો આ સંભવિત ઉમેદવારોને વય મર્યાદાનો બાધ નડી શકે તેમ છે. જેથી હોશિયાર અને લાયકાત ધરાવતા ઉમેદવારોનું ભવિષ્‍ય ધુંધળુ બની જશે. આથી સદર બાબતે સરકાર કક્ષાએથી તાત્‍કાલિક યોગ્‍ય નિર્ણય કરી મોકુફ રાખવામાં આવેલ અઘ્‍યાપક સહાયકની ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થાય અને સત્‍વરે ભરતી થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા ધારાસભ્‍ય અંબરીશ ડેરે મુખ્‍ય સચિવને પત્ર પાઠવીને માંગ કરી છે.

Follow Me:

Related Posts