સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ના સા.કુંડલા અમરેલી રોડ પર આવેલા ગણેશ પેટ્રોલપંપ પાસે ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી સાવર કુંડલા રૂરલ પોલીસ
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, તેમજ ના.પો.અધિ. કે.જે.ચૌધરી , સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે સા.કુંડલા રૂરલ પો.સ્ટેના પ્રો.એ.એસ.આઈ યુવરાજસિંહ જી રાઠોડ ને બાતમી રાહે હકીકત મળેલ હોય જે હકીકત વાળી જગ્યાએ પો.સબ.ઇન્સ. એ.પી.ડોડીયા , તથા પ્રો.એ.એસ.આઈ યુવરાજસિંહ જી રાઠોડ તથા હેડ કોન્સ ગંભીરસિંહ એમ ચાવડા તથા હેડ કોન્સ રમેશભાઈ બી મારુ તથા પો.કોન્સ સચીનભાઈ વિંઝુડા એ રીતેના સા.કુંડલા રૂરલ પોલીસ ટીમે સાવરકુંડલા-અમરેલી રોડ પર ગણેશ પેટ્રોલ પંપ પાસે રેઈડ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટ ના વિદેશી દારુના જથ્થા સાથે બે ઈસમો ને પકડી પાડવામા સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી
(૧) પરાગભાઈ કનુભાઈ વેગડ ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.સા.કુંડલા ખાદી કાર્યાલય પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) ઈરફાનભાઈ હબીબભાઈ બેલીમ ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઈવીંગ રહે.સા.કુંડલા ખાદી કાર્યાલય પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશી દારુની ROYAL’S SPECIAL PREMIUM WHISKY ની કંપની રીંગપેક ૧૮૦ મી.લી ની કુલ બોટલો-૩૦ કુલ કી.રૂ.૧૨૦૦/- નો મુદ્દામાલ
પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી પો.સબ ઇન્સ. એ.પી.ડોડીયા તથા પ્રો.એ.એસ.આઈ યુવરાજસિંહ જી રાઠોડ તથા હેડ કોન્સ ગંભીરસિંહ એમ ચાવડા તથા હેડ કોન્સ રમેશભાઈ બી મારુ તથા પો.કોન્સ સચીનભાઈ વિંઝુડા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments