fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ બાબતે ચુસ્ત લોકડાઉન કરવા વિરજી ઠુમ્મરની માંગ

હાલની કોરોનાની વૈશ્વીક મહામારીએ અતિ વિકરાળ રૂપ ધારણ કરેલ હોય પુન : અગાઉથી જાહેર કરી ચુસ્ત લોકડાઉન કરવા બાબત . સવિનય સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , હાલ સમ દેશ કોરોના જેવી વૈશ્વીક મહામારી સામે લડત આપી રહ્યો છે . તા .૨૫ / ૦૩ / ૨૦૨૦ થી કેન્દ્ર સરકાર દ્વારા સમ દેશમાં લોકડાઉન કરવામાં આવેલ . બાદમાં સરકાર દ્વારા કોરોના મહામારીને અંકુશમાં લીધા વગર તબકકાવાર અનલોકની પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ જેના કારણે હાલમાં દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના સંક્રમીત લોકોની સંખ્યા રોજબરોજ નવા વિક્રમો સર્જતી જાય છે . અમરેલી જિલ્લામાં પણ રોજબરોજ કોરોના સંક્રમીતૂ લોકોની સંખ્યા ૪૦-૪૫ ની સરેરાશ વધી રહી છે અને મૃત્યુદર પણ ભયજનક રીતે વધી રહ્યો છે . તાજેતરમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે અન્ય જિલ્લાઓ દ્વારા તેઓની સરહદો પર મેડીકલ ચેકીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લા વહીંવટીતંત્ર દ્વારા પણ આવી કામગીરી થઈ રહી છે તેમજ અમરેલી જિલ્લામાં જયારે હાલ કોરોના સંક્રમીત વ્યક્તિઓનો આંકડો ૨૦૦ ને પાર કરી ગયો છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇનને તોડવા અને આ મહામારીને કાબુમાં કરવા માટે અગાઉથી લોકોને જાણકારી આપી પુનઃ ચુસ્ત લોકડાઉન કરવામાં આવે તો લોકોના મહામુલા જીવ બચાવી શકાય . આ બાબતે આપના સ્તરેથી નિર્ણય કરવા જુદા – જુદા રાજકીય પક્ષ તેમના સરકાર લેવલે જાણકારી આપી યોગ્ય નિર્ણય થવા રજુઆત છે . વધારામાં , રાજકીય પક્ષો સન્માન સમારંભ તેમજ બેઠકો યોજી રહ્યા છે તેમાં પ્રતીબંધ કરવા ઉપરાંત સોશીયલ ડીસટન્સની કડક કાર્યવાહી કરવા પણ મારી માંગણી છે . અગાઉથી કોઇ વાડી કે હોલમાં મંજુરી મેળવીને જ પ્રેસ દ્વારા વીડીયો ફી કરીને બેઠકો યોજવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા પણ માંગણી છે . રાજયના મંત્રીશ્રીઓ બેઠકો યોજે છે તેની અસર પ્રજા માનસ પર થતી હોઇ ગંભીરતા દાખવવા પણ મારી માંગણી છે .

Follow Me:

Related Posts