fbpx
અમરેલી

દિલીપ સંઘાણીના માર્ગદર્શનથી ભાગ્યલક્ષ્મી મહિલા કેદીટ અને કન્ઝયુમર્સ કો ઓપ સોસાયટી દ્વારા ખાતર બિયારણ દવા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું

દિલીપ સંઘાણીના માર્ગદર્શનથી ભાગ્યલક્ષ્મી મહિલા કેદીટ અને કન્ઝયુમર્સ કો – ઓપ સોસાયટી દ્વારા ખાતર બિયારણ દવા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું ભાગ્યલક્ષ્મી મંડળીના સભાસદોને તમામ વ્યવસ્થાઓ આપવાનો નિર્ધાર કરતા ભાવના ગોડલીયા અશ્વિનભાઈ સાવલીયાના કર કમળ વડે શુભારંભ કરાયો શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ અને કન્ઝયુમર્સ કો – ઓપ સોસાયટી દ્વારા ખેડુતોના હિતમાં એક નવુ કદમ ઉઠાવેલ છે . મંડળી દ્વારા મહિલાઓના સંર્વાગી વિકાસના કાર્યો સાથે સંસ્થા ખેડુતો સાથે કામ કરી રહી છે મંડળી સાથે જોડાયેલ ખેડુત સભાસદોને જરૂરીયાત મુજબ ખાતર બિયારણ અને જંતુનાશક દવાનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ . અમરેલી જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી ભાગ્યલક્ષ્મી મહિલા કેડિટ સોસાયટીના ખાતર વિતરણ કાર્યક્રમનું ઉદઘાટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા ના હસ્તે કરવામાં આવ્યુ હતુ . આ તકે જિલ્લા ખ.વે. સંધના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા , જિલ્લા બેંકના સી.ઈ.ઓ. બી.એસ. કોઠીયા સાહેબ , ઈફકોના એરીયા મેનેજર પ્રતિક રામાણી , મંડળીના વાઈસ ચેરમેન ભારતીબેન પટેલ , ડિરેકટર અનસુયાબેન શેઠ , ખેડુત આગેવાનો ઉપસ્થિત રહયા હતા . આ તકે અશ્વિનભાઈ સાવલીયાએ જણાવ્યુ હતુ કે દિલીપભાઈ સંઘાણીની દીર્ધ દ્રષ્ટિ અને ભાવનાબેન ગોંડલીયાના નેતૃત્વમાં ભાગ્યલક્ષ્મી મહિલા મંડળી દેશને દિશા આપશે . સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ .
Follow Me:

Related Posts