fbpx
અમરેલી

અમરેલી: કોરોના કાળમાં રીવોલ્વીંગ ફંડ આર્શિવાદરૂપ જીલ્લા બેંકની પ્રશંસનીય કામગીરી

રૂા .૬૨ કરોડની રકમ સાથે ૩૭૧૦ ખેડૂતોએ કૃષિ ધિરાણ નવું – જુનું કર્યું , સમયસર આર્થીક સહકાર થી ખેડૂતો ખુશખુશાલ ખેડૂત નેતા દિલીપ સંઘાણી , કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન સાથે દાતા – ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા સહિતના સામાજીક આગેવાનોના આર્થીક સહયોગથી કોરોના કાળમાં રીવોલ્વીંગ ફંડ આર્શિવાદરૂપ જીલ્લા બેંકની પ્રશંસનીય કામગીરી | સાંસદ નારણભાઈ કાછડીયા , અશ્વિનભાઈ સાવલીયા , મહામંત્રી કૌશિક વેકરીયા , ભાવનાબેન ગોડલીયા , ડો . ભરતભાઈ કાનાબાર , પી.પી.સોજીત્રા સહીત ટીમ સહકારની અસરકારક કામગીરી કોવિઠ -૧૯ દરમ્યાન અમર ડેરીની સહકાર થી સ્વરોજગાર અને સ્વોજગાર થી આત્મનિર્ભરતા રૂપાલા , સાંસદ કોરોનાના કપરા કાળમાં કૃષિ ધિરાણ નવું – જુનું કરવામા આર્થીક સંકડામણ ત્ર અનુભવતા ખેડૂતો માટે રીવોલ્વીંગ ફંડ ઉભુ કરવાની અને તે દ્વારા ધિરાણ નવું – જુનું કરવાનું અત્યંત જરૂરી કામ – ખેડૂત નેતા – ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી , કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ નારણભાઈ કાછડીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , મહામંત્રી કૌશિક વેકરીયા , ભાવનાબેન ગોંડલીયા , ડે . ભરતભાઈ કાનાબાર , પી.પી.સોજીત્રા સહિત ટીમ સહકાર અને અગ્રણી ઉધોગપતિ – દાતા સવજીભાઈ ધોળકીયા સહિત સામાજીક અગ્રણીઓના સાથ સહકાર એકત્રીત કરવામાં આવેલ ફંડથી કે.સી.સી. ધિરાણ મેળવતા ૩૭૧૦ ખેડૂતો અને મધ્યમ મુદત ધિરાણ મેળવતા ૧૦૨૬ ખેડૂતો તરફથી રૂા . ૬૨ કરોડ જેવી રકમનું ધીરાણ નવું -જુને કરવામાં આવતા ખેડૂતોને રીવોલ્વીંગ ફંડ આર્શિવાદરૂપ સાબીત થતા ખુશખુશાલ થયા છે અને ખેડૂતો માટે અલગ ફંડની રચનાથી મદદરૂપ બનવાના સંઘાણીના પ્રયાસને બિરદાવી રહયા છે . કોરોના મહામારીના કારણે લોકડાઉન જેવા કપરા સમયમાં પણ અમર ડેરી થકી ખેડૂતો અને પશુપાલકોની આજીવીકા ચાલુ રહી શકી છે . તેમજ માર્ચ ૨૦૨૦ થી અત્યાર સુધીના ચારમાસ જેવા સમયમા દુધના માધ્યમથી અમર ડેરી દ્વારા મહિને ૧૬.૫૮ કરોડ એમ કુલ રૂા . ૬૬.૩૫ કરોડ જેવી માતબર રકમ ખેડૂતો અને પશુપાઈકોને ચૂકવવામાં આવી હતી તેમજ અમર ડેરીની પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ , એનીમલ વેલનેસ કીટ , કમી નાશક દવા , હોમીયોપેથીક દવા દ્રારા ઉપચાર , ડેરી ફાર્મિગ યુનિટ ( ૧૨ – દૂધાળા પશુઓની યોજના ) , કેટલ ફીડ સબસીડી ( ખાણદાણ ) , સભાસદ વિમા યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં અાવેલ . રીવોલ્વીંગ ફંડમાં જીલ્લાના ઉદ્યોગપતિઓ દ્વારા જે ખેડૂતોને નવું – જુનું કરવા માટે સહયોગ આપવામાં આવેલ તેમા સવજીભાઈ ધોળકીયા , પી.પી.સોજીત્રા , જીતુભાઈ ગોળવાળા , મનીશભાઈ નરશીભાઈ સાવલીયા , કાળુભાઈ ભંડેરી , નરેશભાઈ સાકરીયા , હિરાભાઈ સોલંકી , બીપીનભાઈ ગાંધી , દિલીપભાઈ સંઘાણી , અશ્વિનભાઈ સાવલીયા , મનીશભાઈ સંઘાણી , જયલાભાઈ ફીણાવા , રમણીકભાઈ સોજીત્રા , લાલભાઈ દેસાઈ , નીલેશભાઈ પોલરા , ભાવનાબેન ગોંડલીયા , કાળુભાઈ તારપરા , કે.કે.અકબરી , હર્ષદભાઈ કાવઠીયા , પીયુષભાઈ કાછડીયા , રવિરાજભાઈ શેખવા , મનુભાઈ ધાખડા , વસંતભાઈ ગજેરા , જે.પી.સોજીત્રા , કેતનભાઈ સોની , ડો . ભરતભાઈ કાનાબાર , મનુભાઈ દેસાઈ , કમલેશભાઈ ગરાણીયા , જીલુભાઈ ધાધલ , જયંતિભાઈ પાનસુરીયા , રાજુભાઈ ગજેરા , મનસુખભાઈ વામજા , અસલમભાઈ બીલખીયા , ધવલભાઈ કાબરીયા , કૃણાલ સ્ટ્રકચર , કનકેશ્વરી એન્ટર પ્રાઈઝ , સર્જન કંન્ટ્રકશન , કુંજ એન્ટર પ્રાઈઝ , અમર ટ્રેકટર , રાજેશભાઈ કાબરીયા , લાલભાઈ વાળા , ભીખાભાઈ બોધાણી , કેશભાઈ વાયલુ , રાજેન્દ્રસિંહ ગોહિલ , સંજયભાઈ ધાખડા , ભરતભાઈ વેકરીયા , ભરતભાઈ વઘાસીયા , સુરેશભાઈ પાથર , મનોજભાઈ લાખાણી , ભાનુભાઈ બાબરીયા , જે.ડી.તારપરા , મનોજભાઈ લાખાણી સહિત અસંખ્ય લોકો તરફથી આ આ ફંડ માટેનું આર્થીક યોગદાન મળેલ હોય જે નોંધનીય બાબત છે . દિલીપ સંઘાણી – પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શન તળેની આ કામગીરીમાં સાંસદ નારણભાઈ કાછડીયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , જીલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા , ભાવનાબેન ગોંડલીયા , ડો.ભરતભાઈ કાનાબાર , પી.પી.સોજીત્રા , જનરલ મેનેજર ( સી.ઈ.ઓ. ) બી.એસ.કોઠીયાના સંકલન સાથે રીવોલ્વીંગ ફંડ નવા – જુનુ કરવાની કામગીરીમાં અમરેલી જીલ્લા બેંકની ૬૬ શાખાઓ તળે સબંધિત શાખાઓના મેનેજરો – કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા લોકોએ અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીમાં જણાવાપેલ છે .

Follow Me:

Related Posts