fbpx
અમરેલી

કોરોના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી અમરેલી માર્કેટયાર્ડમાં પોતાની જણસ વેચવા આવતા ખેડૂત તથા વાહનચાલક બે વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે

કોરોના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી અમરેલી માર્કેટયાર્ડમાં પોતાની જણસ વેચવા આવતા ખેડૂત તથા વાહનચાલક બે વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે … અમરેલી માર્કેટયાર્ડ દ્વારા એક અખબારયાદીમાં જણાવેલ છે કે , અમરેલી જીલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે . તેને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડમાં પોતાની જણસી વેચવા આવતા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે કે , ખેડૂતો પોતાની જણસી જે વાહનમાં લઈ વંચવા આવે તે વાહનનાં ડ્રાઈવર તેમજ એક ખેડૂત એમ કુલ બે વ્યકિતઓને જ પ્રવેશ આપવામાં આવશે . ઉપરાંત હાલનાં કોરોના મહામારીનાં સમયગાળામાં સાવચેતી રાખવા નામદાર સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સુચનાઓ મુજબ ખેત ઉત્પન્ન વેચવા આવતા દરેક અને વાહનચાલકે માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધવા તેમજ સોશ્યલ ડિસ્ટસીંગનાં તમામ નિતીનિયમોનું ચુસ્તપાલન કરવાનું રહેશે અને ગેઈટપર સ્કેનીંગ ફરજીયાત પણે કરાવવાનું રહેશે . જેની દરેક સબંધકર્તા ખેડૂતો અને કમિશન એજન્ટોએ નોંધ લેવી . તેમજ દરેક ખેડૂતે પોતાની જણસી વૈચાણ અર્થે માર્કેટયાર્ડમાં વેહલી સવારથી લાવવા અનુરોધ કરવામાં આવે છે . હાલની કોરાના મહામારીનાં સમયને ધ્યાને લઈ સરકારશ્રીની સુચના મુજબ રાત્રિ રોકાણની વ્યવસ્થા થઈ શકે નહી તે બાબત દરેક ખેડૂતભાઈઓએ ધ્યાનમાં રાખી પોતાની જણસી માર્કેટયાર્ડમાં વેંચાણ અર્થે લાવવા અનુરોધ છે . તેમ માર્કેટયાર્ડ દ્વારા એક અખબારયાદીમાં જણાવેલ છે .
Follow Me:

Related Posts