લાઠીના અકાળા ગામે યોગ્ય ડીગ્રી ન ધરાવતા બોગસ ડોકટર રેઈડ દરમ્યાન ઝડપાયા
લાઠીના અકાળા ગામે યોગ્ય ડીગ્રી ન ધરાવતા બોગસ ડોકટર રેઈડ દરમ્યાન ઝડપાયા.
અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના અકાળા ગામે બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટર પોતાનુ યાત્રી નામનુ કલીનીક ચલાવતાં હોવાની બાતમી લાઠી પ્રાંત અધિકારી એ.કે.જોષીને મળતા લાઠી મામલતદાર મણાત સાહેબ સ્ટાફ સાથે તેમજ પી.એસ.આઈ ગોહિલ અને ડોક્ટરની ટીમ સાથે અકાળા ગામે ઓચીંતા રેઈડ કરતા ડોક્ટર યોગ્ય પ્રત્યુત્તર આપી શકેલ નહીં તેમજ યોગ્ય પુરાવા રજૂ કરી શકેલ નહીં.આમ લોકોના આરોગ્ય સાથે ચેડા થતું હોવાનું માલુમ પડતાં લાઠી પોલીસમાં ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Recent Comments