fbpx
અમરેલી

આજરોજ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ દ્વારા સરકારશ્રી દ્રારા તા ૨/૫/૨૦૨૦ ના રોજ બહાર પાડવામાં આવેલ ખેત બજાર ધારા સુધારા વટ હુકમ ૨૦૨૦ માં ૨૯ જેટલા મહત્વ ના સુધારાઓ કરવામાં આવેલ

આજરોજ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ દ્વારા ગુજરાત સરકારશ્રી દ્રારા તા , ૨/૫/૨૦૨૦ ના રોજ બહાર પાડવામાં આવેલ ખેત બજાર ધારા સુધારા વટ હુકમ -૨૦૨૦ માં ૨૯ જેટલા મહત્વ ના સુધારાઓ કરવામાં આવેલ હમ જાર સમિતિની સતા સીમીત કરી માત્ર બજાર ચોગાન પુરતી મર્યાદીત કરવામાં આવેલ છે અને તેની પ્રતીકુળ અસર બજાર સમિતિની આવક ઉપર થવા પામેલ છે . બજાર સમિતિ એ ખેડુતો ના હીત નું રક્ષણ કરતી સંસ્થા છે . બજાર વિસ્તારમાં ખેડુતોને પોતાના ખેતી નું ઉત્પન્ન ઘર બેઠા વેચવામાં કોઈપણ સમસ્યા કે છેતરપીડી થાય તો ખેડુતો ની ફરીયાદ સાંભળી તેનું યોગ્ય નીરાકરણ લાવી ખેડુતો ના હીત નું રક્ષણ કરવાનું કામ બજર . તે દ્રારા કરવામાં આવતુ અને ખેત ઉત્પન્ન ઉપર ખરીદનાર . પાસેથી માર્કેટ ફી વસુલ કરી તે રકમ માથી બજાર સમિતિ ના કર્મચારીઓનો પગાર તેમજ ખેડુતોના હીત માટે ની યોજનાઓમાં આ ૨ કમ વાપરવામાં આવતી હતી જે સતા બજાર સમિતિ પાસે થી આ વટહુકમ થી છીનવી લેવામાં આવી છે જેથી બજાર સમિતિને ખુબ મોટુ આર્થીક નુકશાન થવાનું છે . રાજય ની ૨૨૬ જેટલી બજાર સમિતિઓ માથી આ વટહુકમ , ના લીધે ૪૦ જેટલી બજાર સમિતિઓને અત્યાર થી તાળા મારી દેવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે અને બાકી ની મોટા ભાગ ની બજાર સમિતિઓ રખાવનારા ૩ થી ૪ વર્ષમાં બંધ થઈ જવાની સંભાવના છે . જેથી રાજય ની બજાર સમિતિઓના ૩૯૮૮ કર્મચારીઓના પરિવારો ના ભરણપોષણ ઉપર મોટુ સંકટ ઉભુ થવા પામેલ છે . જેને ધ્યાને લઈ ને ગુજરાત બજાર સમિતિ કર્મચરી સંધ દ્વારા રાજય ના માન , મુખ્યમંત્રી શ્રી તેમજ દેશ ના વડાપ્રધાન શ્રી ને પત્ર લખી કર્મચારી ઓના હીત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવેલ પરંતુ સરકારશ્રી તરફથી ક્રોઈ પ્રત્યુતર ન મળતા રાજય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો એક કાર્યક્રમ કર્મચારી સંધ ના હોદેદારો દ્વારા નકકી કરવામાં આવેલ હાલ વાવેતર ની સીઝનમાં ખેડુતો ની ખાતર દવા બિયારણ વગેરે ની જરૂરીયાત હોય અને તેઓ પોતાનો માલ વેચવા બજાર સમિતિમાં આવતા હોય ત્યારે તેઓને કોઈ અગવડતા ન ભોગવવી પડે તે રીતે વિરોધ પ્રદર્શીત કરવા માટે દરેક કર્મચારીઓને કાળી પટ્ટી બાંધી કામગીરી કરવી જેથી રાજય સરકાર શ્રી નું ધ્યાન દોરવા માટે નો આ વિનમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે , જે ૩ દીવસ ચાલશે જેમાં અમરેલી જિલ્લા ની ૧૧ બજાર સમિતિઓના કર્મચારી ઓ પણ જોડાયા છે . ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ દ્રારા મને કારોબારી સભ્ય તરીકે આ કાર્યક્રમ ને સફળ બનાવવા જવાબદારી સોંપવામાં આવેલ હતી જેમા અમરેલી જિલ્લા ની ( ૧ ) અમરેલી , ( ૨ ) બગસરા , ( ૩ ) સાવરકુંડલા , ( ૪ ) ખાંભા , ( ૫ ) રાજુલા , ( ૬ ) લાઠી , ( ૭ ) દામનગર , ( ૮ ) લીલીયા , ( ૯ ) ધારી , ( ૧૦ ) ટીંબી , ( ૧૧ ) બાબરા બજાર સમિતિઓના કર્મચારીઓનો સાથ અને સહકાર મળેલ છે . અત્રે પ્રેસ મીડીયા ના માધ્યમ થી વિશેષમાં જણાવવાનું કે દેશ માં આવી પડેલ આ કોરોનાની મહામારી સમયે લોકો ઘર ની બહાર નીકળતા પણ બીતા હોય છે ત્યારે ખેડુતોની વેદના સમજી ખેડુતોને પોતાના ખેત ઉત્પન્ન વેચવામાં તકલીફ ન પડે તેમજ આમ જનતાને શાકભાજી મળી રહે તે માટે પોતાના જીવ ના જોખમે કોરીનાના ભય પણ કર્મચારીઓએ માર્કેટ પાર્ટી કાર્યરત રાખેલ છે .

Follow Me:

Related Posts