fbpx
અમરેલી

ખેડુતો , માલધારીઓ પરેશાન રાજય સરકાર સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત

ખેડુતો , માલધારીઓ પરેશાન રાજય સરકાર સમક્ષ જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત અમરેલી જિલ્લામાં ગીર અભ્યારણ્ય અને બૃહદ જંગલ વિસ્તાર આવે છે , વન વિભાગની મન પડત રીતી નિતી સામે અનેક વખત ખેડુતો , માલધારીઓ ભોગ બની રહયા છે . જંગલ વિસ્તારની સાચી દેખરેખ અને રખેવાળી માલધારીઓ અને પશુ પાલકો કરે છે . પરંતુ વન વિભાગની કામગીરી છુપાવવા પશુ ચરીયાણ પણ બંધ કરાવવામાં આવે છે . તો પશુ પાલકો અને માલધારીઓને પશુ ચરીયાણની કોઈપણ કનડગત વગર છુટ આપવા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , વન મંત્રી ગણપતભાઈ વસાવા અને જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સમક્ષ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ રજુઆત કરી છે . વન વિભાગ દ્વારા ખેડુતો , માલધારીઓને હેરાનગતિ ના થાય અને દોષીત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે . વન્ય પ્રાણી અને વન્ય સંપદાનું જતન કરતા ખેડુતો અને માલધારીઓનો સહકાર લેવાનાં બદલે તંત્ર લોકોને હેરાન પરેશાન ના કરે અને વિકાસનાં પ્રશ્નો અટકાવે નહી તે માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ રજુઆત કરી છે ,
Follow Me:

Related Posts