fbpx
અમરેલી

સાવરકુંડલા – નેસડી – હાથસણી – ખાંભા રોડને જોડતો બાયપાસ બનાવવા રજુઆત કરતાં વી વી વઘાસિયા,કમલેશ કાનાણી

સાવરકુંડલા – નેસડી – હાથસણી – ખાંભા રોડને જોડતો બાયપાસ બનાવવા રજુઆત સાવરકુંડલા શહેરનો વિકાસ થાય તે માટે બાયપાસ રોડ અતિ આવશ્યક છે , સાવરકુંડલા શહેરમાં ટ્રાફીકની સમસ્યા હળવી કરવા અને અકસ્માતો થતા અટકાવવા સાવરકુંડલા શહેરની બહાર રીંગરોડ અતિ જરૂરી છે . મહુવા રોડથી અમરેલી રોડને જોડતો બાયપાસ તૈયાર છે . પરંતુ રેલવે ફાટકનો પ્રશ્ન પણ ઉકેલ હોય આ પ્રશ્ન હલ કરવા રાજયનાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ , જિલ્લાના પ્રભારી મંત્રી  ધર્મેન્દ્રસિંહજી જાડેજા , કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને રાજયનાં પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા રજુઆત કરવામાં આવી છે . સાથે સાવરકુંડલા શહેરનાં સર્વાગી વિકાસ માટે અમરેલી રોડ થી નેસડી રોડ , નેસડી રોડ થી હાથસણી રોડ , હાથસણી રોડ થી ખાંભા રોડને જોડતો નવો બાયપાસ બનાવવામાં આવે તો ધંધા રોજગાર નો વિકાસ થશે અને ટ્રાફીકની સમસ્યા હળવી બનશે . અને રહેણાંક વિસ્તારોનો વિકાસ થશે . આ બાબતે રાજયનાં પૂર્વ કૃષિમંત્રી, વી.વી.વઘાસીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીએ રાજય સરકાર સમક્ષ રજુઆત કરી છે

Follow Me:

Related Posts