fbpx
અમરેલી

સાથી હાથ બઢાના … એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના ડો ભરત કાનાબાર

સાથી હાથ બઢાના … એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના કોરોના મહામારીએ લાખો લોકોને રસ્તા પર લાવી દીધા છે ત્યારે સુખી અને સંપન્ન લોકો આગળ આવી એમને હુંફ આપે – ડો . ભરત કાનાબાર જેમના ધંધા – રોજગાર પડી ભાંગ્યા છે તેવા લોકોનો હાથ કોણ ઝાલશે ? કોરોનાની મહામારીને કારણે જયારે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે અને અમેરીકા , બ્રિટન , ફ્રાન્સ , ઈટાલી , જર્મની જેવા સમૃદ્ધ દેશો પણ ઘૂંટણીએ પડી ગયા છે ત્યારે ભારત જેવા વિકસતા દેશમાં તો આ મહામારીને કારણે “ કીડીને કોશના ડામ ” જેવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે . કોઈ ગરીબ પરિવારના ઘરના મોભીને હૃદય રોગ કે કેન્સર જેવી બીમારી થાય અને જે રીતે તેની સારવાર પાછળ આખો પરિવાર આર્થિક રીતે ફના ફાતિયા થઈ જાય તેવી સ્થિતિ ભારત જેવા દેશમાં થાય તેવા અમંગળ એંધાણો મળી રહયા છે . કોરોનાના વાયરસને કારણે ઉભી થતી માંદગી , અને તેના કારણે થઈ રહેલ મૃત્યુના કારણે લોકો ભયથી ફફડી રહયા છે . જેમને સંક્રમણ થાય છે તે વ્યકિત પોતે અને તેમના પરિવારની તો જાણે માનસિક અગ્નિ પરીક્ષા થઈ જાય છે . હોસ્પીટલમાં દાખલ થયેલ પરિવારની વ્યકિત જયાં સુધી સાજી થઈ ઘેર પાછી આવે નહીં ત્યાં સુધી પરિવારના તમામ સભ્યોની ઉંઘ હરામ થઈ જાય છે . આ પીડાની વાત તો જેમને કોરોના થાય છે તેમની અને તેમના પરિવારની છે . પણ આ સિવાયના જેઓ હજુ આ વાયરસના સંક્રમણથી મુકત છે પણ તેમના વેપાર ધંધા કે ઉદ્યોગો બંધ થવાનાં કારણે તેમના પર અને તેમના પર નભતા લોકોના પરિવાર પર જે આર્થિક સંકટ ઉભું થયું છે તેની કહાની એટલી જ કરૂન્ન અને દર્દનાક છે . લોકડાઉન દરમ્યાન અને ત્યાર પછી પણ જે વેપાર વ્યવસાયો અને ઉદ્યોગોને ચાલું રાખવાની છૂટ મળેલ નથી તેમના પર નભતા દેશના કરોડો લોકો ખુબજ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહયા છે , વિવિધ નિયમનો અને પ્રતિબંધોને કારણે જેમની રોજગારી છીનવાઈ ગઈ છે તેવા વર્ગોની યાદી ખુબજ લાંબી છે . કરૂણતા એ છે કે એમાના ઘણાં લોકો આબરૂને કારણે કયાંય હાથ લાંબો કરી શકે તેમ નથી . જે જે લોકોએ પોતાની રોજી ગુમાવી છે યા તો ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે તેમની યાદી નીચે પ્રમાણે ( ૧ ) કેટરીગ રસોડાં ચલાવતો વર્ગ તેના પર નભતાં કારીગરો અને પીરસણીયા ( ૨ ) મંડપ ઉદ્યોગ કે વાડી | બેન્કવેટ હોલ પાર્ટી પ્લોટ ( ૩ ) ટુરીઝમ પર નભતાં લોક ટુર્સ અને ટ્રાવેલ્સના સંચાલકો ( ૪ ) પ્રાયવેટ બસો / ટેક્ષી | ટેમ્પા અને રીક્ષા ચલાવતાં લોકો  ( ૫ ) પ્રાયવેટ સ્કૂલોના સંચાલકો / સ્કૂલોમાં નોકરી કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ( ૬ ) હીરા ઉદ્યોગ પર નભતાં વ્યવસાયિકો / હીરા ઘસુઓ ( ૭ ) બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટરો / મજુરો ( ૮ ) બાંધકામ ઉદ્યોગની સામગ્રી સપ્લાય કરતાં વેપારીઓ ( ૯ ) રેસ્ટોરન્ટ / ઢાબાઓ ખાણી પીણીની દુકાનો ( ૧૦ ) રેલ્વે સ્ટેશનો પરના અને સ્ટેશનની બહારના ખાણીપીણીના સ્ટોલો ( ૧૧ ) યાત્રા ધામો / મોટા મંદિરો ટુરીસ્ટ પ્લેસ પરની હોટેલો રેસ્ટોરેન્ટો / રીસોર્ટ અને તેના પર નભતાં કારીગરો / મજુરો અને નાનું મોટું કામ કરતાં લોકો ( ૧૨ ) વકીલો નોટરી તેના પર નભતા ટાઈપીસ્ટો / ઝેરોક્ષ મશીન ધારકો 2/3 આ યાદી હજુ લાંબી થઈ શકે . આ ઉપરાંત પણ એવા ઘણાં વેપાર અને વ્યવસ . કદાચ મારી જાણ બહાર હશે . આવા લોકોનો એક મોટો વર્ગ છે જે સ્વાભિમાન સાથે નાનું મોટું કામ કરી પોતાની આજીવિકા રળી લેતાં હતા . આવા અનેક લોકો માટે પોતાના ઘરના બે છેડા ભેગાં કરવા અતિ કઠીન બની ગયું છે . હમણાં એક પ્રાયવેટ સ્કુલના ટીચરે મને કહયું કે , ” જ માસથી અમને સંચાલકોએ પગાર આપ્યો નથી અને જયાં સુધી સ્કૂલો ચાલું નહીં થાય ત્યાં સુધી પગાર આપી શકશે નહીં તેવું સ્પષ્ટ જણાવી દીધુ છે . હું જાતે કુંભાર છું એટલે તાવડી વેચીને મારૂં ગુજરાત ચલાવી રહયો છું . ” લોકડાઉન પુરૂં થતાં ફરી પોતાની રોજગારી શરૂ થશે એવી આશાએ ડબલ ભાડું ખર્ચી સુરત ગયેલ હીરાઘસુ અને અન્ય કામધંધા સાથે સંકળાયેલ લોકો , સુરતમાં પરિસ્થિતિ વણસતાં અને લગભગ તમામ ઉદ્યોગ ધંધાઓ ફરી બંધ થઈ જતાં પોતાના વતન પરત આવવા માટે મજબુર બન્યાં છે . પરિસ્થિતિ કયારે સુધરશે તે અંગે ખાત્રી ન હોવાથી ઘણાં લોકો પોતાની રૂમ બંધ કરી ઘરવખરી સાથે વતન પાછા ફર્યા છે . આવા લોકોની પરિસ્થિતિ કેવી વિકટ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે . આવી કઠીન પરિસ્થિતિમાં , જે લોકો સાધન સંપન્ન છે તેમણે આગળ આવી , જરૂરીયાતમંદ પરિવારોનો હાથ ઝાલવો જોઈએ . જેમને ઈશ્વરે ઘણું આપ્યું છે તેમને માટે પોતાની સંપતિનો સદ્ધપયોગ કરવાનો આ સમય છે . ઘણાં લોકો પાસે તેમની આવતી ૭ પેઢી સુધી તકલીફ ન પડે તેવી આર્થિક વ્યવસ્થાઓ છે . આવા લોકો તેમની પછીની ૭ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત રાખી , બાકી રહેતી સંપતિ પણ જો આવા દુ : ખી પરિવારની મદદમાં વાપરે તો પન્ન સમાજ માથે આવેલ આ સંકટ હળવું થાય . જીંદગીમાં કેટલું કમાણા કરતાં કેટલું બીજાને કામમાં આવ્યા તે મહત્વનું છે . કોરોનાના વાયરસે જીવનની ક્ષણભંગુરતાને આપણી સામે ખડી કરી દીધી છે . કોરીનાની રસી કયારે શોધાશે એ વિશે અનેક અનિશ્ચિતતાઓ છે . હાલ કોઈ અસરકારક દવા પત્ર ઉપલબ્ધ નથી ત્યારે આવા કમભાગી પરિવારોના આંસુ લુંછવાથી મળતાં આશીર્વાદ જ આપણને કામમાં આવશે . જરૂરિયાત મંદ લોકોના દિલમાંથી નીકળેલ ‘ હાશ ” કોરોના સામેની મોટી વેકસીન છે એવું માની , જેમને પણ નાની – મોટી સગવડતાં છે તેવા લોકો આગળ આવે અને તેમની આજુબાજુ રહેતાં આર્થિક વિટંબણાઓનો સામનો કરી રહેલા લોકોને હુંફ આપે તેવી નમ્ર અપીલ કરું છું . આવા લોકોને મદદ કરવાં શું શું કરવું જોઈએ તેવા આપના સૂચનો અને માર્ગદર્શન પણ આવકાર્ય છે . જેઓ પણ આવા કોઈ સામાજીક અભિયાનમાં તન – મન યા ધનથી સહકાર આપવા ઈચ્છતાં હોય તેવા લોકોને મારો સંપર્ક કરવા વિનંતી છે . આપણે સહુ સહિયારા પ્રયાસો કરીશું તો આજે આવેલ આ સંકટમાંથી આપણાં જીલ્લાના ભાઈ – ભાંડુઓને હેમખેમ બહાર કાઢી શકીશ એવો મને દ્રઢ વિશ્વાસ છે . આપના સૂચનો લેખિતમાં થા વોટસએપમાં મોકલશો . ( મોબાઈલ નં . ૯૪૨૬૯ ૧૪ ૬ ૭૭ ) .

Follow Me:

Related Posts