fbpx
અમરેલી

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા 2 તાલુકા માં પોષણ આહાર પર સંઘ ની બહેનો ની તાલીમ યોજાઈ

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા 2 તાલુકા માં પોષણ આહાર પર સંઘ ની બહેનો ની તાલીમ યોજાય.- કોરોનાં વાયરસ પ્રત્યે જાગૃતિ અને સમજ આપવામાં આવી.-
ગુજરાત રાજ્ય નિયામક તથા સ્ટેટ કસ્લટ અમરેલી ખાતે ખાસ હાજર રહ્યા.
અમરેલી જીલ્લા માં મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા જીલ્લા ના 6 તાલુકા માં શિક્ષણ, આરોગ્ય, કાયદો, પંચાયત અને આર્થિક બાબતો ના પાંચ મુદા ઉપર સુંદર કામગીરી બહેનો દ્વારા કરવામાં આવી રહી છે જેના અંતર્ગત તારીખ.-૨૪/૦૭ ના રોજ અમરેલી જીલ્લા કચેરી ખાતે થી જુમ એપ્લિકેશન દ્વારા જિલ્લા માંથી મોટી સંખ્યામાં બહેનો ને જોડી  પોષણ આહાર પર તાલીમ આપવામાં આવી હતી તથા મંજુ ની વાર્તા, દીકરીઓના સ્વાસ્થ્ય માટે ના ઉપાયો, એનીમિયા, માસિક ચક્ર, સગર્ભા અને કોવિડ.-19 વિશે ની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી અને મહિલા ઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો આ તકે ગુજરાત રાજ્યના નિયામક અપેક્ષાબેન ભટ્ટ, સ્ટેટ કસ્લટ રમીલાબેન ખાસ હાજર રહ્યા હતા આ મિટિંગ ને સફળ બનાવવા જીલ્લા સંકલન અધિકારી ઈલાબેન ગોસાઈ ના માગૅદશૅન હેઠળ કિરણબેન મકવાણા, હેતલબેન રેણુકા અને પ્રિયદર્શનીયબેન સોનલબેન એ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts