fbpx
અમરેલી

રાજભવનની સામે વિરોધ પ્રદર્શન: ધાનાણી અમિત ચાવડા સહિત કાર્યકરોની અટકાયત

અમદાવાદ : રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જેવી કાર્યક્ષમ રાજ્ય સરકારોને ઉથલાવવા માટે ગંદી રમત રમી રહ્યા છે, તે ખૂબ શરમજનક છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસે આજે રાજભવનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના કાર્યકરોએ લોકશાહી બચાવો બંધારણ બચાવોના સૂત્રો પોકારી વાતાવરણ ગુંજવી મુકયું હતું આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે થોડીક ઝપાઝપી પણ થઈ હતી. વિરોધ પ્રદર્શન વખતે પોલીસે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના કેટલાય કાર્યકરોની અટકાયત કરી છે.

Follow Me:

Related Posts