fbpx
અમરેલી

અમરેલીમાં ભારતરત્‍ન ડો. કલામનાં નિર્વાણ દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

ર7મી જુલાઇ એટલે ભારતરત્‍ન અને આજીવન શિક્ષક અને લોકોના રાષ્ટ્રપતિ એવા કલામ સાહેબનો નિર્વાણ દિવસ. આજ રોજ ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (મેઈન)ના સંયુક્‍તત ઉપક્રમે એકટ ફાઉન્‍ડેશનના માર્ગદર્શન થી શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ ખાતે ‘તેજસ પરમાર ભઆઈએસભ (ડી.ડી.ઓ અમરેલી)ની ઉપસ્‍થિતિમાં ભારત રત્‍ન કલામ સાહેબને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી ત્‍યારબાદ કલામ સાહેબને પ્રિય એવા બાળકો માટે કલામ ટાઇની લાયબ્રેરીનું ડી.ડી.ઓ.ના વરદહસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું અને સાથે અત્‍યારના સમયમાં જરૂરી અને પૃથ્‍વીના ફેફસાની જેમ કાર્ય કરતા વૃક્ષો રોપવામાં આવ્‍યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમના આયોજનને ખુબજ સાદગીસભર રીતે અને સમયની માંગ પ્રમાણે જરૂરી નિયમોના પાલન સાથેકરવામાં આવ્‍યું હતું. આ તકે તેજસ પરમાર દ્વારા ભારતરત્‍ન કલામ સાહેબના જીવનકવન પર ખૂબ પ્રેરણાત્‍મક પ્રસંગોને યાદ કરવામાં આવ્‍યા હતા અને સાથે વિદ્યાર્થી અને યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્‍યું હતું. સાથે તેમણે ટેકનોલોજીના સમયમાં પણ પુસ્‍તકોનું જીવનમાં ખૂબ મહત્‍વ છે. તેવો સંદેશ આપ્‍યો હતો અને આ સાથે તેમણે આ અનેરી ઉજવણી માટે આ સંસ્‍થાઓ ને અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે સંસ્‍થાના આચાર્ય રોહિતભાઈ મહેતા દ્વારા પણ આ નવી પહેલને આવકારવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમમાં ઉદયનભાઈ ત્રિવેદી (ધારાશાસ્ત્રી), વસંતભાઈ મોવલિયા (લાયન્‍સ ગવર્નર), અશોકભાઈ જોશી (હોમગાર્ડ કમાંડર ),ની સાથે કલામ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈનના યુવાનો અને શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ સ્‍કૂલના ટ્રસ્‍ટીગણ, આચાર્ય રોહિતભાઈ મહેતા અને સમગ્ર સ્‍ટાફમિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ&n શાળામાં કોરોનાની મહામારીમાં પણ ટેકનોલોજીના માઘ્‍યમથી દરેક શિક્ષકો વિદ્યાર્થીનીઓને જે રીતે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે તે જાણી અને ડી.ડી.ઓ દ્વારા આનંદ વ્‍યક્‍તત કરવાની સાથે સંસ્‍થાના આચાર્ય અને સમગ્ર સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યા હતા. તેવું ડો. કલામ ઇનોવેટિવ વર્કનામહેતા અખીલભાઈની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts