fbpx
અમરેલી

અમરેલીનાં વેપારી મહામંડળનાં નવા હોદેદારોની વરણી

સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમો સાથે ઓનલાઈન બેઠક યોજાઈ ઉપપ્રમુખ તરીકે લાલજીભાઈ પોકાર, દિનેશ ભુવા, મેહુલ ધોરાજીયા, હિતેષ પોપટ અને જીતુભાઈ પાથર અમરેલી શહેરનાં સૌથી મોટા અને સૌથી વધુ સક્રિય ગણાતા વેપારી મહામંડળનાં નવા વર્ષનાં હોદેદારોની વરણી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમોને આધીન ઓનલાઈન ચર્ચા- વિચારણાનાં અંતે કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે પૂનઃ સંજય વણજારાને જવાબદારી સોંપવામાં આવી છે તો ઉપપ્રમુખ પદે લાલજીભાઈ પોકાર, દિનેશભાઈ ભુવા, મેહુલભાઈ ધોરાજીયા, જીતુભાઈ પાથર અને હિતેષ પોપટ, મંત્રી તરીકે ભાવેશ પડશાલા અને મનિષ ડોબરીયા, સહ મંત્રી તરીકે ભરત હિરપરા, આનંદ પોપટ અને ગોપાલ ભટ્ટ, ખજાનચી તરીકે જયેશ માવદીયા, સહ ખજાનચી તરીકે ચંદ્રેશ ધોળકીયા અને મેહુલ માખેચા, સંગઠન મંત્રી તરીકે જસુભાઈ ચૌહાણ અને વિવેક વ્‍યાસને જવાબદારી સોંપવામાં આવી છે.નવનિયુકત હોદેદારોને શહેરનાં વેપારીઓ ઘ્‍વારા શુભેચ્‍છા પાઠવવામાંઆવી રહી છે.

Follow Me:

Related Posts