fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં 199 વ્‍યકિતઓએ કોરોનાને હરાવ્‍યો

સોમવારે વધુ રર કેસ સાથે કુલ આંક 3પર સુધી પહોંચ્‍યો અમરેલી ખાતે માત્ર 134 દર્દીઓની જ સારવાર શરૂ છે : 16નાં મૃત્‍યુ થયા નાના શહેરોમાં પણ કોરોનાની સારવાર સફળ થતી હોય ડરવાનો કોઈ અર્થ નથી  અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર મહિનામાં 199 વ્‍યકિતઓએ કોરોનાને મ્‍હાત આપીને જિલ્‍લાની જનતાને સંદેશ આપેલ છે કે કોરોના એ કોઈ ગંભીર બીમારી નથી તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. અમરેલીમાં આજે કોરોનાનાં વધુ રર કેસ સાથે જિલ્‍લામાં કુલ કોરોનાનાં દર્દીઓનો આંક 3પર સુધી પહોંચી ગયો છે જેમાં માત્ર 16 વ્‍યકિતઓના મૃત્‍યુ થયા છે અને 199 વ્‍યકિતઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે અને 134 વ્‍યકિતઓની સારવાર શરૂ છે.જિલ્‍લામાં મોટાભાગનાં દર્દીઓ કોરોનાને પરાજિત કરી ચુકયા છે અને મોતનો આંક શરૂઆતમાં 11 ટકા હતો અને હાલ માત્ર 4.પ ટકા છે. મોતનો આંક સતત ઘટી રહૃાો છે અને સાજા થવાનો આંક સતત વધી રહૃાો છે. મત્તલબ કે કોરોના એ આપણે ધારીએ તેવો ગંભીર રોગ નથી. જિલ્‍લાની જનતા ખાન-પાનમાં ઘ્‍યાન રાખે તો કોરોના કોઈની નજીક ફરકી શકે તેમ પણ નથી. લીલા શાકભાજી, ફ્રૂટ ખાવાનું વધારી દો, એનિમલ પ્રોડકટ કે ફેકટરી પ્રોડકટ ખાવાનું બંધ કરી દોએટલે આપોઆપ શરીર કોરોનાને પહોંચી વળશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.

Follow Me:

Related Posts