fbpx
અમરેલી

અમરેલી બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ

માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા અમરેલી-સાવરકુંડલા-બાઢડા-રાજુલા– હિંડોરણા રોડ (પ્રગતિપથ)થી એટલે કે બાઢડા જંકશનથી શરૂ થઈ રાજુલા બાયપાસ સુધીના રસ્તાનું ઈન્સ્પેકશન કરાતા ઝાપોદર ગામ પાસે આવેલા ૧૦ ગાળાના પુલ રાજુલા સાઈડથી ૧૦ માં ગાળાના ટી-બીમ ગર્ડરમાં મોટી તિરાડો જોવા મળી છે તેમજ કોન્ક્રીટ છૂટું પડેલ જણાયું છે. આ સ્થિતિ જોતાં સંભવિત જાનહાની અથવા અકસ્માત નિવારવા અગમચેતી પગલા રૂપે આ પુલ ઉપર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિ માટેનો ટ્રાફિક બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ. બી. પાંડોરે તા: ૨૪ ઓગસ્ટ સુધી જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.બાઢડા – રાજુલા રોડના ઝાપોદર ગામ પહેલા કાતર તરફ જવાના જંકશનથી રાજુલા બાયપાસ સુધી માર્ગ પર પસાર થતા તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યકિતઓને જવા-આવવા માટે બંને તરફ પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક રૂટ અથવા ભારે વાહનોએ આગરીયા રોડ-કોટડી-કાતર(મુખ્ય જિલ્લા માર્ગ-રાજુલા બાયપાસ (કાતર-હિંડોરણાડેડાણ રોડ એસ.એચ.૧૦૭) તથા હળવા વાહનોએ થોરડી વાવેરા-રાજુલા (રાજુલાવીજપડી રોડ) રૂટ પર પસાર થવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Follow Me:

Related Posts