fbpx
અમરેલી

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ -૧૯ થી અમરેલી જીલ્લાની સુરક્ષા માટે સાસદ નારણભાઈ કાછડીયાની ગ્રાન્ટ માથી સીવીલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ તરફથી રૂ . ૨૦ લાખના સાધનો વસાવવામાં આવ્યા

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ -૧૯ થી અમરેલી જીલ્લાની સુરક્ષા માટે સાસદ  નારણભાઈ કાછડીયાની ગ્રાન્ટ માથી સીવીલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ તરફથી રૂા . ૨૦ લાખના સાધનો વસાવવામાં આવ્યા સાસદશ્રીએ ૨૫ માર્ચ , ૨૦૨૦ ના રોજ કલેકટરશ્રી – અમરેલીને રૂબરૂ ગ્રાન્ટ ફાળવણીનો પત્ર આપી જીલ્લામાં જરૂરીયાત પ્રમાણે સાધનો વસાવવા અનુરોધ કરેલ હતો કોવીડ -૧૯ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલ છે ત્યારે આપણો દેશ , આપણ રાજય અને આપણો અમરેલી જીલ્લો પણ તેમાંથી બાકાત રહેલ નથી . ત્યારે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને મળતી સસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના નીધિ ( ગ્રાન્ટ ) માથી સાસદશ્રીએ તા . ૨૫ માર્ચે , ૨૦૨૦ ના રોજ અમરેલી કલેકટર શ્રી આયુષકુમાર ઓકને રૂબરૂ મળી રૂા . ૫૧,૦૦,૦૦૦ / – ( અંકે એકાવન લાખ પુરા ) ની ગ્રાન્ટ ફાળવણીનો પત્ર પાઠવેલ હતો અને સાથે સાથે જીલ્લાને કોરોના થી બચાવવા આ ગ્રાન્ટનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરવા પણ અનુરોધ કરેલ હતો . સાસદશ્રી તરફથી માર્ચ -૨૦૨૦ માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતગૅત આજ સુધીમાં કુલ રૂા . ૨૦ લાખના સાધનોની ખરીદી કરવામા આવેલ છે . જેમા ( ૧ ) અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે મલ્ટીપરા મોનીટર વીથ ETCO2 નગ -૫ રૂ . ૫,૭૪,૭૫૦ / – , ( ૨ ) અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપોર્ટ વેન્ટીલેટર નગ -૨ રૂ . ૫ , દ 0,000 / – ( ૩ ) ઈન્ટ્રારેડ મૉમીટર નગ -૧૮૦ રૂા . ૪,૪૭,૫૨૩ / – અને ( ૪ ) પલ્સ ઓકસીમીટર નગ –૩૦૦ રૂા . ૪,૦૨,000 / -નો સમાવેશ થાય છે . અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જીલ્લામાં સતત વધી રહેલ કોરોનાના કેસો માટે ચિંતા વ્યકત કરેલ છે અને અનલોકડાઉનને લીધે સમગ્ર રાજયમાં આતર વ્યવહાર શરૂ થયેલ છે ત્યારે આપણે સૌ હુ પણ કોરોના વોરીયર્સે બની જરૂરી સાવચેતી રાખવા , ઈમ્યુનીટી વધે તેવો આહાર લેવા , માસ્ક પહેરવા , સાંશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને ખુબ જ અગત્યનું હોય ત્યારે જ ઘર , ગામ કે શહેરની બહાર નીકળવા અપીલ કરેલ છે .
Follow Me:

Related Posts