fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ ૫ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૩૮૩

આજે તા. ૨૯ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના ખોડિયાણાના ૪૦ વર્ષીય પુરુષ, અમરેલીના મોટા ભંડારીયાના ૭૦ વર્ષીય પુરુષ, જાફરાબાદના પીપળીકાંઠાના ૫૦ વર્ષીય પુરુષ, અમરેલીના કેરીયા રોડના ૭૫ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ઓળીયાના ૬૦ વર્ષીય મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે.હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૬ મૃત્યુ૨૧૪ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૧૫૩ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૩૮૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

Follow Me:

Related Posts