fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 20 કેસ : કુલ 426 પોઝિટિવ કેસો નોધાયાં

આજ તા 30 જુલાઈના રોજ અમરેલી જિલ્લા માં બપોરે કોવિડ-19 ના 4 પોઝિટિવ કેસ આવેલ ત્યાર બાદ અત્યારે અમરેલી શહેરના 1 કેસ સાથે વધુ 20 પોઝિટિવ કેસ નોંધાતા અમરેલી જિલ્લામાં હાહાકાર થઈ ગયો. આજ તા.30 જુલાઈના 24 પોઝિટિવ કેસ સાથે કુલ 426 પોઝિટિવ કેસ થયા.
અત્યારે આવેલા કુલ 20 પોઝિટિવ કેસમાં…* અમરેલી શહેરના અવધ હોટેલ 24 વર્ષીય સ્ટાફ, * અમરેલીના મોટા માચિયાળાના 35 વર્ષીય મહિલા, * ખાંભાના તલડાના 22 વર્ષીય યુવતી, * ખાંભાના ભગવતીપરાના 35 વર્ષીય પુરુષ, * ખાંભા ના રબારીકાના 30 વર્ષીય યુવાન, * ખાંભાના મોટા સમઢીયાળા ના 50 વર્ષીય પુરુષ, * રાજુલાના પુનિતનગરના 46 વર્ષીય પુરુષ, * રાજુલાના કોહિનૂર હોટેલ પાસે ના શુભમનગર સોસાયટીની 22 વર્ષીય યુવતી, * બગસરાના કુંકાવાવ નાકા પાસેના વલ્લભપુરા ના 35 વર્ષીય મહિલા, * બગસરા ના બાલાપુર ના 42 વર્ષીય પુરુષ અને 42 વર્ષીય પુરુષ ( બે કેસ ), * બગસરાના કાગદડીના 45 વર્ષીય પુરુષ, * બગસરાના કમિગઢના 30 વર્ષીય યુવાન, * બગસરાના ગોકુલધામ એપાર્ટમેન્ટના 41 વર્ષીય પુરુષ, * બગસરા પોસ્ટ ઓફિસ સામે ના 44 વર્ષીય પુરુષ, * સાવરકુંડલાના વંડા ના 60 વર્ષીય પુરુષ, * સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ના 33 વર્ષીય યુવાન, * સાવરકુંડલા ના આંકોલડા ના 65 વર્ષીય પુરુષ, * સાવરકુંડલાના નેસડીના 50 વર્ષીય મહિલા, * જાફરાબાદના 37 વર્ષીય પુરુષ, આમ આજ તા. 30 જુલાઈના રોજ કોવિડ-19 ના કુલ 24 કેસ સાથે જિલ્લામાં કુલ 426 પોઝિટિવ કેસ થયા.

Follow Me:

Related Posts