fbpx
અમરેલી

પીપાવાવ મરીન પો.સ્‍ટે. વિસ્‍તારના સમઢીયાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૧૮,૨૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ *સમઢીયાળા* ગામે ગીગાભાઇ ભીખાભાઇ સાંખટના મકાનની બાજુમાં શેરીમાં, જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમો
અશોકભાઇ ડાયાભાઇ પારેખ, ઉં.વ.૨૫, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
નવીનભાઇ ડાયાભાઇ પારેખ, ઉં.વ.૩૦, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
જન્‍તીભાઇ સોંડાભાઇ મકવાણા, ઉં.વ.૨૭, રહે.સમઢીયાળા, તા.રાજુલા.

કનુભાઇ ભાણાભાઇ મકવાણા, ઉં.વ.૨૮, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
મંગાભાઇ રણછોડભાઇ મકવાણા, ઉં.વ.૫૦, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
નાગજીભાઇ સોંડાભાઇ બાંભણીયા, ઉં.વ.૪૫, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
હકાભાઇ બાબુભાઇ બાંભણીયા, ઉં.વ.૨૯, રહે.સમઢીયાળા, તા.રાજુલા.
પકડાયેલ મુદામાલ
રોકડા રૂ.૧૮,૨૬૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૧૮,૨૬૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષક .નિર્લિપ્‍ત રાય  નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts