fbpx
અમરેલી

અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ

અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ અસહ્ય બફારા અને ગરમી વચ્ચે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત થઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ખેતરમાં ઉભા પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાય ગયા છે. બીજી તરફ આટકોટમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી શહેર અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો હતો. લાઠી, દામનગર અને ગ્રામ્યમાં ભીંગરાળ,
આસોદર સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુર, માધુપુર, જીરા, ગઢીયા, સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ અગીયાળી, બેકડી, ગુંદાળા, થાળા, બોરડી, વાવડી અને રાજપરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા કપાસ અને મગફળીના પાકને ફાયદો થશે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી. અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
લાઠીના દામનગર, ભીગરાડ અને આસોદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ભીંગરાડમાં વરસાદને પગલે ખેતરો પાણી-પાણી થઈ ગયા હતા. આજે આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા. ત્યારે બપોરે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. હાલમાં ખેડૂતો ધોધમાર વરસાદની વાટ જાેઈ રહ્યાં છે. કારણ કે નદી-નાળા છલકાઈ જાય તેટલા વરસાદની આટકોટ પંથકમાં જરૂર છે. હાલમાં પાકને પણ વરસાદની તાતી જરૂર છે.

Follow Me:

Related Posts